<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th May 2025

બોલિવૂડનો તુર્કી પર 'નો એન્ટ્રી' બોર્ડ! પાકિસ્તાનને સાથ આપવો ભારે પડ્યો : અશોક પંડિતે ફૂંક્યું શંખ - હવે થશે મોટો 'લોસ'

'એક થા ટાઇગર' થી 'ટાઇગર ૩' સુધીની ફિલ્મોનું હોટસ્પોટ હવે બન્યું બોલિવૂડ માટે 'બેન સ્પોટ' : અઝરબૈજાન પણ લિસ્ટમાં સામેલ

 

 

મુંબઈ: ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવની અસર હવે બોલિવૂડ પર પણ દેખાઈ રહી છે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોયીઝ (FWICE)ના મુખ્ય સલાહકાર અશોક પંડિતે તુર્કી અને અઝરબૈજાનમાં બોલિવૂડ ફિલ્મોના શૂટિંગ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. તેમનું કહેવું છે કે તુર્કી દ્વારા પાકિસ્તાનને મદદ કરવામાં આવી રહી હોવાના અહેવાલો છે, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અશોક પંડિતે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તુર્કી લાંબા સમયથી ભારતીય ફિલ્મોના શૂટિંગ માટે એક પસંદગીનું સ્થળ રહ્યું છે, પરંતુ હાલની પરિસ્થિતિને જોતા હવે કોઈ પણ ભારતીય ફિલ્મનું શૂટિંગ ત્યાં નહીં થાય. તેમણે સ્પષ્ટ કર્યું કે કોઈ પણ ફિલ્મ નિર્માતા, કલાકાર કે ટેકનિશિયન ફિલ્મ બનાવવા માટે આ દેશોમાં નહીં જાય. તેમના મતે, બોલિવૂડના કારણે તુર્કીના પર્યટનને ઘણો ફાયદો થયો હતો, જે હવે બંધ થઈ જશે અને તુર્કીને મોટું નુકસાન થશે. અગાઉ 'એક થા ટાઇગર', 'દિલ ધડકને દો' અને 'ટાઈગર ૩' જેવી ઘણી મોટી ફિલ્મોનું શૂટિંગ તુર્કીમાં થયું છે.
અશોક પંડિતના આ નિર્ણયથી બોલિવૂડમાં ચર્ચા જાગી છે અને ઘણા લોકો આ પગલાંને યોગ્ય ઠેરવી રહ્યા છે. જો કે, કેટલાક ફિલ્મ નિર્માતાઓ માટે આ એક મુશ્કેલ નિર્ણય સાબિત થઈ શકે છે, કારણ કે તુર્કી અને અઝરબૈજાન ઘણા સુંદર લોકેશન ધરાવે છે જે ફિલ્મોને આકર્ષક બનાવે છે. હવે જોવાનું એ રહેશે કે બોલિવૂડ આ પ્રતિબંધને કેવી રીતે સ્વીકારે છે અને શૂટિંગ માટે નવા સ્થળોની શોધ કરે છે કે નહીં.

(12:01 AM IST)