<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th May 2025

ભારે કરી બચપન કા પ્‍યાર હૈ.... કહીને ૬૦ વર્ર્ષનો વકીલ ડોક્‍ટરની પત્‍નીને લઈને ભાગ્‍યો

વકીલ સહરસા જિલ્લાનો રહેવાસી છે. પીડિત ડોક્‍ટરે જણાવ્‍યું કે, તેની પત્‍ની ૧૧ મેના રોજ કહ્યા વિના ઘરેથી બેગ અને પર્સ લઈને નીકળી ગઈ હતી

 

 

પૂર્ણિયા તા.૧૯:  બિહારના પૂર્ણિયા જિલ્લામાં એક ૬૦ વર્ષિય ડોક્‍ટરની ૫૦ વર્ષિય પત્‍નીને લઈને વકીલ ફરાર થઈ ગયો. આ ઘટના કેહાટ વિસ્‍તારની છે. ડોક્‍ટર પતિની લેખિત ફરિયાદ બાદ પોલીસ એક્‍ટિવ થઈ ગઈ અને બંનેને પકડી લીધા. કહેવાય છે કે વકીલ અને ડોક્‍ટરની પત્‍નીને કેટલાય વર્ષથી પ્રેમ પ્રસંગ ચાલતો હતો. બંને ૧૧ મેના રોજ એક સાથે ભાગી ગયા હતા.

આરોપી વકીલ સહરસા જિલ્લાનો રહેવાસી છે. પીડિત ડોક્‍ટરે જણાવ્‍યું કે, તેની પત્‍ની ૧૧ મેના રોજ કહ્યા વિના ઘરેથી બેગ અને પર્સ લઈને નીકળી ગઈ હતી. રાત સુધી તે પાછી ન આવી, તો પોતાની રીતે શોધખોળ કરી પણ તે મળી નહીં. ત્‍યાર બાદ તેના દ્વારા પત્‍ની ગાયબ થવાને લઈને કેહાટ વિસ્‍તારમાં અરજી આપી.

અરજી મળ્‍યા બાદ કેહાટ પોલીસ સ્‍ટેશનના ઈન્‍ચાર્જે ફરિયાદ નોંધી અને તપાસમાં લાગી ગયા. તપાસ દરમ્‍યાન વકીલ અને ડોક્‍ટરની પત્‍નીને સહરસાથી પકડી લીધા. વકીલે જણાવ્‍યું કે, ડોક્‍ટરની પત્‍ની સાથે તેમને નાનપણથી પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો. પરિવારે અમારા લગ્ન ન કરાવ્‍યા અને ડોક્‍ટર સાથે લગ્ન કરાવી દીધા. ત્‍યાર બાદ પણ અમારા બંને વચ્‍ચે પ્રેમ ચાલતો રહ્યો. બંને એકબીજાને મળતા રહેતા હતા.

આ સંદર્ભમાં કેહાટ પોલીસ સ્‍ટેશનના અધ્‍યક્ષ ઉદય કુમારે જણાવ્‍યું કે અપહરણ કર્તા સહિત ડોક્‍ટરની પત્‍નીને સહરસાથી પકડી લેવામાં આવ્‍યા છે. આરોપીની ધરપકડ કરી છે. કોર્ટમાં મહિલાનું ૧૮૩ અને ૧૮૪માં નિવેદન નોંધવામાં આવશે. કોર્ટના આદેશ પર આગળની કાર્યવાહી કરવામાં આવશે.(૩૮.૨)

(10:00 AM IST)