News of Monday, 19th May 2025
ચિટકુલ ભારતનું છેલ્લું વસેલું ગામ છે જે અનોખી સંસ્કૃતિ અને પરંપરાઓ માટે જાણીતું છે
હિમાચલનું એક એવું ગામ જ્યાં મહિલાઓ કરી શકે છે ચાર-ચાર વાર લગ્ન પરંતુ ૭ ફેરા નથી ફરી શકતી

કન્નૌર, તા.૧૯: ભારતમાં અનેક એવી જગ્યા છે જેને પરંપરાઓ ખૂબ જ અલગ અને નવાઇ લાગે તેવી હોય છે. તો અવિશ્વસનીય પરંપરાઓ અને પ્રાકળતિક સુંદરતા માટે જાણીતું એક ગામ છે - ચિટકુલ, જે હિમાચલ પ્રદેશના કન્નૌર જિલ્લામાં આવેલું છે. ચિટકુલ ગામ સાંગલાથી આશરે ૨૮ કિલોમીટર દૂર આવેલું છે અને તેને ભારતનું છેલ્લું વસેલું ગામ માનવામાં આવે છે. અહીંથી આગળનો વિસ્તાર તિબ્બતની સરહદ પાસે છે, જ્યાં સામાન્ય પ્રવાસીઓને જવાની પરવાનગી નથી. આ ગામ ન માત્ર તેની નૈસર્ગિક સૌંદર્ય માટે જાણીતું છે, પણ તેની જુદી જુદી પરંપરાઓ અને અનોખી જીવનશૈલી માટે પણ ચર્ચામાં રહે છે.
ચિટકુલ ગામ વિશે સૌથી વિશેષ અને આヘર્યજનક વાત એ છે કે અહીં એવું માનવામાં આવે છે કે મહિલાઓને ચાર વખત લગ્ન કરવાની પરવાનગી છે. સામાન્ય રીતે, ભારતમાં આ પ્રકારની પરંપરા નથી જોવામાં આવતી, પણ ચિટકુલમાં આ ઘણી જૂની અને પરંપરાગત રીત રહી છે. અહીંસ્ત્રીઓને ચાર પતિ રાખવાની સ્વતંત્રતા હોવાનો દાવો કરવામાં આવે છે. જોકે, ઘણા મીડિયા રિપોર્ટ્સ મુજબ આ દાવો પૂરી રીતે સચો નથી અને આ પરંપરા હવે વધુ વિસ્તળત રીતે પ્રચલિત પણ નથી, છતાં એનું ઐતિહાસિક મહત્વ જરૂર છે.
ચિટકુલમાં લગ્નની રીત પણ ખૂબ અનોખી છે. અહીં લગ્ન સમયે સાત ફેરા લેવાતા નથી, પરંતુ ‘બલિદાન' આપવામાં આવે છે. જૂની -થા મુજબ, જો પતિ પત્ની સાથે એકલા રહેવા ઇચ્છે, તો પતિ પોતાની ટોપી રૂમના દરવાજા બહાર મૂકે છે, જેથી બીજો પતિ અંદર ન જાય. આ રીત ખરેખર અનોખી અને આヘર્યજનક છે. ચિટકુલમાં લોકોનો જીવનશૈલી ખૂબ સાદો છે, તેઓ મૈત્રીપૂર્ણ અને મહેમાનનવાજી માટે જાણીતાં છે. તેમનાં ખાવા-પીવાના રસોડાના ઢંગ, વષાો અને સંસ્કળતિ બીજા કોઈ ગામથી અલગ છે. મર્યાદિત સંસાધનો હોવા છતાં લોકો ખૂબ ખુશાળ જીવન જીવે છે.
ચિટકુલ પહોચવા માટે શિમલા અથવા ચંદીગઢથી મુસાફરી કરી શકાય છે. ચંદીગઢ એરપોર્ટ સૌથી નજીકનું મુખ્ય એરપોર્ટ છે. ત્યાંથી ટેક્સી કે બસ દ્વારા શિમલા, પછી સાંગલા અને આખરે ચિટકુલ પહોંચી શકાય છે. ટ્રેન દ્વારા આવતા પ્રવાસીઓ માટે કાલકા અને ચંદીગઢ નજીકના રેલવે સ્ટેશન છે. બજેટ મુસાફરો માટે HRTC (હિમાચલ રોડ ટ્રાન્સપોર્ટ)ની સરકારી બસો પણ ઉપલબ્ધ છે. જો તમે કુદરતના કરિશ્મા સાથે વ્યક્તિગત પરંપરાઓ અનુભવવા ઈચ્છો છો, તો ચિટકુલ તમારા માટે એક શ્રેષ્ઠ સ્થળ સાબિત થઈ શકે છે. (રર.ર)
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
