<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th May 2025

બેંગ્‍લુરુમાં ઠેર ઠેર પાણી ભરાયાઃ જનજીવન અસ્‍તવ્‍યસ્‍ત

કર્ણાટકમાં વરસાદે ધડબડાટી બોલાવી

બેંગ્‍લોર તા.૧૯: દિલ્‍હી સહિત સમગ્ર ઉત્તર ભારત ભીષણ ગરમી છે, ત્‍યારે બીજી તરફ દક્ષિણ ભારતમાં કર્ણાટકમાં ભારે વરસાદ પડી રહ્યો છે. રવિવારે મોડી રાત્રે બેંગલુરુમાં શરૂ થયેલો વરસાદ આખી રાત ચાલુ રહ્યો, જેના કારણે જનજીવન અસ્‍તવ્‍યસ્‍ત થઈ ગયું.

બેંગલુરુમાં વરસાદ અને વાવાઝોડાને કારણે ઘણા નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને સામાન્‍ય જનજીવન ખોરવાઈ ગયું હતું. જેના કારણે અસરગ્રસ્‍ત પરિવારોને સુરક્ષિત સ્‍થળોએ ખસેડવામાં આવ્‍યા છે. તેમજ ઘરોમાં પાણી ઘૂસવાને કારણે લોકોને ઘણું નુકસાન થયું. હવામાન વિભાગે ઉત્તરા કન્નડ, ઉડુપી, બેલાગવી, ધારવાડ, ગદગ, હાવેરી અને શિવમોગ્‍ગા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

(2:51 PM IST)