News of Monday, 19th May 2025
ભારતમાં હવે ટર્કીના ડ્રામા સામે લાલ આંખ
લોકોનું માનવું છે કે ભારત-પાકિસ્તાન તનાવમાં ટર્કીએ દુશ્મન દેશનું સમર્થન કર્યુ હતું એટલે એની સામે પણ કડક પગલાં લેવાવાં જોઈએ

મુંબઇ તા.૧૯: ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તનાવને કારણે ભારતમાં પાકિસ્તાનની એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભારતમાં હવે કોઈ પાકિસ્તાની ડ્રામા, મૂવી કે ગીતો જોઈ-સાંભળી શકાતાં નથી. એ પછી હવે ભારતમાં ટર્કીના ડ્રામાને બંધ કરવાની ડિમાન્ડ ઊઠી છે. લોકોનું માનવું છે કે ટર્કીએ પાકિસ્તાનનું સમર્થન કર્યું હતું અને એ એની સાથે ઊભું છે એ કારણસર ભારતમાં ટર્કીની દરેક વસ્તુ બંધ કરવી જોઈએ. ઝીફાઇવે પહેલેથી જ ટર્કીના તમામ શો હટાવી દીધા છે. હવે એમેઝોન પ્રાઇમ અને MX પ્લેયર જેવી ઍપ્સ કયાં પગલાં લે છે એના પર બધાની નજર છે.
ભારતમાં ટર્કી-ડ્રામા લોકોને ખૂબ ગમે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ ડ્રામાએ ચાહકોનાં દિલમાં અલગ સ્થાન બનાવ્યું છે જેમાં ‘એર્તુગ્રુલ', ‘ફેરિહા' અને ‘માસૂમ' જેવા શો ઘર-ઘરમાં લોકપ્રિય થયા છે. જોકે તાજેતરના ઘટનાક્રમો બાદ OTT પ્લેટફોર્મ્સે ટર્કીના આ શો પાછા ખેંચવાનું શરૂ કર્યું છે. ઝીફાઇવે ગયા અઠવાડિયે ‘રિલેશનશિપ સ્ટેટસ : ઇટ્સ કોમ્પ્લીકેટેડ' અને અન્ય કેટલીક ટર્કી સિરીઝને હટાવી દીધી છે, પરંતુ આ સંદર્ભે વધુ ચર્ચા કરી નથી. જોકે હજી સુધી ભારત સરકાર તરફથી શો હટાવવા માટે કોઈ નિર્દેશ આવ્યો નથી, પરંતુ ચેનલના માલિકો પોતે જ એને હટાવી રહ્યા છે. એ સિવાય ટર્કીની સિરીઝને સ્ટ્રીમ કરતી અનેક યુટયુબ ચેનલો પણ સખત ઓબ્ઝર્વેશન હેઠળ છે.(૩૮.૨૯)
(3:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
