News of Wednesday, 21st May 2025
સરકારી હોસ્પિટલમાં ઉંદરો દર્દીની આંગળીઓ કરડી ગયા
ઘોર બેદરકારી! તાજેતરમાં ઉંદરોએ હોસ્પિટલના શબઘરમાં એક મળત દર્દીની આંખ ખાઈ લેવાની ઘટના પણ બની હતીઃ પટનામાં એક આઘાતજનક ઘટના

પટના તા.૨૧: બિહારની રાજધાની પટનામાં એક આઘાતજનક ઘટના બની છે. પટનાની બીજી સૌથી મોટી સરકારી હોસ્પિટલ નાલંદા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (NMCH) માં ઉંદરોના ભયંકર ઉપદ્રવના અહેવાલ વહેતા થયા છે. અહેવાલ મુજબ હોસ્પિટલમાં દાખલ દર્દી ઊંઘમાં હતો ત્યારે, ઉંદરોએ તેના પગની આંગળીઓ કરડી ખાધી હતી.
આ ઘટનાના અહેવાલો પ્રકાશિત થતા રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રીય જનતા દલ(RJD) નેતા તેજસ્વી યાદવએ મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી મુખ્ય પ્રધાન નીતિશ કુમાર અને આરોગ્ય પ્રધાન મંગલ પાંડેની આકરી ટીકા કરી હતી.
તેજસ્વી યાદવે પીડિત દર્દીનો એક વીડિયો શેર કર્યો અને તેમણે આ ઘટનાને રાજ્યની સ્વાસ્થ્ય વ્યવસ્થામાં ઘોર બેદરકારી અને પતન ગણાવી હતી.
તેજસ્વીએ યાદવે X પરની પોસ્ટમાં લખ્યું, ‘‘પટનાના NMCH માં દાખલ એક અપંગ દર્દી ગાઢ નિંદ્રામાં હતો, ત્યારે ઉંદરોએ તેની આંગળીઓ કરડી લીધી. થોડા દિવસો પહેલા જ, આ જ હોસ્પિટલમાં ઉંદરોએ એક મળતકની આંખ ખાઈ લીધી હતી, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.''
નાલંદા જિલ્લાના રહેવાસી આધેડ ઉંમરના અવદેશ -સાદની તાજેતરમાં સર્જરી થઈ હતી. રવિવારે તેઓ ઊંઘમાં હતા ત્યારે ઉંદરોએ પગની આંગળી કરડી ખાધી હતી. પીડિત દર્દીના પરિવાર અને -ત્યક્ષદર્શીઓનો આરોપ છે કે ઉંદરોની હાજરી અંગે વારંવાર ફરિયાદો કરવા છતાં, હોસ્પિટલના અધિકારીઓ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
NMCH એ હજુ સુધી આ ઘટના અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. હોસ્પિટલના અધિકારી કે સ્ટાફ સામે શિસ્તભંગના પગલાં લેવાયા હોવાના પણ કોઈ અહેવાલ નથી.
તાજેતરમાં, ઉંદરોએ હોસ્પિટલના શબઘરમાં એક મળત દર્દીની આંખ ખાઈ લેવાની ઘટના પણ બની હતી, આ ઘટના બાદ લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. છતાં, કોઈ નક્કર પગલા ભરવામાં આવ્યા ન હતાં.(૩૮.૪)
(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
