નેતાઓને ૨૦-૨૦ વર્ષની છોકરીઓ સપ્લાય કરે છે મારો પતિ
DMK નેતાની પત્નીએ મોટો ધડાકો કર્યો : પતિએ ધમકી આપી છે કે, તેણે જો પોલીસ પાસે જવાની કોશિશ કરી તો તે તેના પરિવારને સભ્યોને સળગાવી દેશે

ચેન્નઈ તા.૨૧: તમિલનાડુમાં એક યુવતીએ રાનીપેટ જિલ્લાના અરક્કોણમથી ડીએમકે પદાધિકારી પોતાના પતિ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવીને મોટો રાજકીય વિવાદ ઊભો કરી દીધો છે. મહિલાએ આગળ આરોપ લગાવ્યા કે, તેના પતિએ બીજી ૨૦ વર્ષની છોકરીઓને રાજનેતાઓ સાથે સૂવાની લાલચ આપી અને મજબૂર કરી. મહિલાએ દાવો કર્યો કે, તેના પતિના દુર્વ્યવહારે તેને આત્મહત્યાનો પ્રયાસ કરવા માટે મજબૂર કરી. મહિલાએ એક નિવેદનમાં કહ્યું કે તેણે કોલેજ જતી વખતે મારા પર હુમલો કર્યો. મને ઘાયલ કરી દીધી અને મારો ફોન તોડી નાખ્યો. તે કહેતો હતો કે જો તું ફરિયાદ કરીશ તો કંઈ થશે નહીં, કારણ કે પોલીસ મારી સાથે છે. તેના કારણે મેં ઝેર ખાવાની કોશિશ કરી મહિલાના આ નિવેદનને મુખ્ય વિપક્ષી પાર્ટી, અખિલ ભારતીય અન્ના દ્રવિડ મુનેત્ર કડગમે સૌની સામે રજૂ કર્યું છે.
અરક્કોણમની ૨૦ વર્ષની કોલેજ છાત્રાએ એવો પણ આરોપ લગાવ્યો કે, તેના પતિએ ધમકી આપી છે કે, તેણે જો પોલીસ પાસે જવાની કોશિશ કરી તો તે તેના પરિવારને સભ્યોને સળગાવી દેશે. આરોપીની ઓળખ દેઈવાસેયલ તરીકે થઈ છે. જે ડીએમકેની યુવા શાખાનો ઉપ સચિવ હોવાનો દાવો કરે છે. મહિલાએ કહ્યું કે, તેનું કામ ૨૦ છોકરીઓને રાજનેતા સાથે સૂવા માટે મજબૂર કરવાનું હતું. તેની વિરુદ્ધ કયારેય કોઈ કાર્યવાહી થતી નથી. જ્યારે હું ફરિયાદ કરુ છું તો તે મારા ટુકડા કરવાની ધમકી આપે છે. તેણે મને કારમાં પ્રતાડિત કરી અને મને એ પુરુષો સાથે સૂવા માટે કહ્યું જેના તરફ તે ઈશારો કરતો હતો. હું મારા ઘરમાંથી પણ બહાર નીકળી શકતી નથી. હું મારી પરીક્ષા પણ આપી શકતી નથી.ઁ
આરોપોના કારણે એઆઈએડીએમકેએ ડીએમકે પર આરોપી દેઈવાસેયલને બચાવવાનો આરોપ લગાવ્યો છે. પાર્ટીએ કહ્યું કે, પોલીસે સત્તાધારી પાર્ટીના વરિષ્ઠ નેતા સાથે તેના સંબંધના કારણે શરૂઆતમાં ફરિયાદ નોંધવામાં મોડું કર્યું. એઆઈએડીએમકે નેતા એડપ્પાદીના પલાનીસ્વામીએ એક્સ પર એક પોસ્ટમાં દાવો કર્યો કે, પોલીસે મહિલાની ફરિયાદ પર ત્યાં સુધી કાર્યવાહી કરવાની ના પાડી જ્યાં સુધી એઆઈએડીએમકે ધારાસભ્ય એસ રવિએ હસ્તક્ષેપ ન કર્યો. પોલીસે હવે ફરિયાદ લઈ લીધી છે. મહિલાએ પોતાની ફરિયાદમાં તમિલનાડુના સ્કૂલ શિક્ષણ મંત્રી અંબિલ મહેશ પોય્યામોઝી વચ્ચે સંબંધોનો પણ દાવો કર્યો છે. પલાનીસ્વામી એક એક્સ પોસ્ટમાં કહે છે કે, આ મામલામાં સ્ટાલિન મોડલ સરકાર અંતર્ગત પોલીસે ફરિયાદ નોંધવામાં મોડું કર્યું જે ત્યારે ફરિયાદ નોંધાઈ જ્યારે અરક્કોણમ વિસ્તારના ધારાસભ્ય વચ્ચે પડ્યા હતા, ત્યારે તો ફરિયાદ લીધી.(૩૮.૧૨)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
