<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

તિરુપતિ મંદિરમાં સુરક્ષા વધારવા એન્‍ટિ-ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ થશે!

શેષાદ્રિ પર્વત પર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ છતાં ઘૂસણખોરીના બનાવો બાદ TTD નો નિર્ણય

 

 

તિરુપતિ, તા.૨૧: વિશ્વના સૌથી ધનિક હિન્‍દુ મંદિર, શ્રી વેંકટેશ્વર મંદિર, તિરુમાલાની સુરક્ષાને ધ્‍યાનમાં રાખીને તિરુમાલા તિરુપતિ દેવસ્‍થાનમ એ એક ક્રાંતિકારી નિર્ણય લીધો છે. TTD એ મંગળવારે જાહેરાત કરી કે, મંદિરની સુરક્ષા માટે એન્‍ટિ-ડ્રોન ટેકનોલોજી નો ઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્‍યું છે. આ નિર્ણય TTD ટ્રસ્‍ટ બોર્ડની અધ્‍યક્ષ બી. આર. નાયડુની અધ્‍યક્ષતામાં યોજાયેલી બેઠકમાં લેવામાં આવ્‍યો હતો. તિરુમાલા પર્વત પર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ હોવા છતાં, છેલ્લા કેટલાક મહિનાઓમાં સુરક્ષા ભંગના અનેક કિસ્‍સાઓ સામે આવ્‍યા છે. ગયા મહિને, રાજસ્‍થાનના એક યુટયુબરની ધરપકડ કરવામાં આવી હતી જ્‍યારે તેણે કથિત રીતે મંદિર અને તેની આસપાસના વિસ્‍તારોનું રેર્કોડિંગ કરવા માટે ડ્રોન ઉડાડ્‍યું હતું. ગયા વર્ષે પણ આવા જ એક બનાવમાં, હરિયાણાના એક દંપતી તિરુમાલા ઘાટ રોડ પર ડ્રોન કેમેરાનો ઉપયોગ કરતા ઝડપાયા હતા. આ ઘટનાઓને ધ્‍યાનમાં રાખીને, માર્ચ મહિનામાં TTD એ કેન્‍દ્ર સરકારને પર્વત પરના મંદિરને નો-ફ્‌લાય ઝોન જાહેર કરવા વિનંતી કરી હતી. TTD અધ્‍યક્ષે કેન્‍દ્રીય ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુને પત્ર લખીને અગમ શાષાના સિદ્ધાંતો, મંદિરની પવિત્રતા, સલામતી અને ભક્‍તોની ભાવનાઓને ધ્‍યાનમાં રાખીને તિરુમાલાને નો-ફ્‌લાય ઝોન જાહેર કરવા વિનંતી કરી હતી. TTD નું કહેવું છે કે, પર્વત પરની હવાઈ પ્રવળત્તિઓ મંદિરની આસપાસના પવિત્ર વાતાવરણને ખલેલ પહોંચાડે છે. (રર.૧૩)

(3:35 PM IST)