News of Wednesday, 21st May 2025
મને માત્ર પાંચ મિનિટ આપો, હું પંતનું ફોર્મ પાછું લાવી દઇશઃ યોગરાજસિંહ

નવી દિલ્હીઃ વર્તમાન સિઝનમાં લખનઉ સુપર જાયન્ટ્સની કેપ્ટનશીપ કરી રહેલા ઋષભ પંતનું પ્રદર્શન ભારે નિરાશાજનક રહ્યું છે. તેની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. પોતાના સૌથી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહેલા પંતને લઈને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરમાંથી કોચ બનેલા યોગરાજ સિંહે કહયું કે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે, તે ઋષભ પંતનું પ્રદર્શન સુધારી શકે છે. યોગરાજ સિંહ એટલા આત્મવિશ્વાસ થી ભરેલા છે કે, તેને લાગે છે પંતને પોતાના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં પાછો લાવવા માટે તેને માત્ર પાંચ મિનિટની જરૂર છે. આ ભૂતપૂર્વ ક્રિકેટરે પોતાના કોચિંગમાં શુભમન ગિલ, અભિષેક શર્મા અને પોતાના દીકરા યુવરાજ સિંહ જેવા પ્રતિભાશાળી ખેલાડી ભારતીય ક્રિકેટને આપ્યા છે. તેનું માનવું છે કે, થોડા ફોકસ સાથે પંત જલદી જ પોતાના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં પાછો આવી જશે.
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
