News of Thursday, 22nd May 2025
ઘોર કળિયુગઃ ભત્રીજા પર ફીદા થયેલી કાકીએ પતિને રસ્તામાંથી હટાવી દીધો
મોબાઈલે ભાંડો ફોડ્યો...૫૫ વાંધાજનક વીડિયો મળ્યાઃ કાતિલ પત્નીએ કેટલાય રહસ્યો ખોલ્યા

કાનપુર તા.૨૨: કાનપુરના ઘાટમપુરના સાઢ વિસ્તારના લક્ષ્મણખેડા ગામમાં ભત્રીજાના પ્રેમમાં પાગલ થયેલી મહિલાએ પોતાના પતિની હત્યા કરી નાખી. મળતક ધીરેન્દ્ર પાસીની હત્યારોપી પત્ની રીનાને તેના પ્રેમી ભત્રીજા સાથે પોલીસે ધરપકડ કરી લીધી છે. કાતિલ પત્નીએ કેટલાય રહસ્યો ખોલ્યા છે. આ દરમ્યાન પોલીસે તેના ફોનમાં ૫૫ વાંધાજનક વીડિયો મળ્યા છે. આરોપી મહિલાએ હત્યાકાંડને અંજામ આપ્યા બાદ એક મોબાઈલ તળાવમાં ફેંકી દીધો હતો. પોલીસ તેને શોધવાની કોશિશ કરી રહી છે.
રીના શરુઆતમાં એક પણ મોબાઈલ ન હોવાની વાત કહેતી રહી, પોલીસે જ્યારે કડકાઈ બતાવી તો તેણે બે મોબાઈલ હોવાની વાત કબૂલી. એક મોબાઈલ પોલીસે જપ્ત કરી લીધો, જ્યારે બીજો મોબાઈલ ઘરની પાછળ આવેલા તળાવમાં પોલીસ શોધી રહી છે.
સાઢ પોલીસે લક્ષ્મણખેડા ગામમાં ૧૧ મેના રોજ ઘરના ખાટલા પર ધીરેન્દ્રની લાશ મળી હતી. પત્નીએ ગામના જ અમુક લોકો પર હત્યાની શંકા વ્યક્ત કરી હતી. પોલીસે બે લોકોને આ મામલામાં ધરપકડ કરી જેલમાં મોકલી દીધા, તેમ છતાં તપાસનો એંગલ બદલાઈ ગયો. ધીરેન્દ્રની પત્ની રીના પોતાના સગા જેઠના દીકરા સતીશ સાથે પ્રેમ હોવાની જાણકારી સામે આવી. રીનાએ પ્રેમી ભત્રીજા સાથે મળીને પતિને હત્યા કરી નાખી. પતિને બંનેના સંબંધોની જાણકારી થઈ ગઈ હતી અને તે ઘર પર સીસીટીવી કેમેરા લગાવવા માગતો હતો.
એડીસીપી મહેશ કુમારે જણાવ્યું કે, રીનાની કોલ ડિટેલમાંથી ચોંકાવનારા ખુલાસા થયા છે. રીના અને તેનો પ્રેમી સતીશ વચ્ચે એક દિવસમાં ૬૦થી ૧૦૦ વાર ફોન પર વાતચીત થતી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું કે, સતીશે બે સિમ ખરીદ્યા હતા. એક રીનાને આપ્યું અને એક પોતાની પાસે રાખ્યું હતું. રાત્રે બંને એકબીજા સાથે વાતો કરતા હતા.
રીનાએ ઊંઘની ગોળી શાકભાજીમાં નાખી દીધી હતી. બાદમાં પતિનો ખાટલો ઘરની પાછળ નાખી દીધો. ધીરેન્દ્ર જ્યારે ગાઢ ઊંઘમાં સૂઈ ગયો તો રીનાએ સતીશને બોલાવી તેની હત્યા કરાવી નાખી.
પોલીસ સ્ટેશનના પ્રભારી ઈન્ચાર્જ અવનીશ કુમાર સિંહે જણાવ્યું કે, રીનાના ઘરમાંથી મળેલા મોબાઈલમાં ૫૫ વાંધાજનક વીડિયો મળ્યા છે. તમામ વીડિયો ગુગલમાંથી ડાઉનલોડ કર્યા છે. ફોનમાં કેટલાય મોબાઈલ નંબર નેમકોડથી સેવ કર્યા છે. રીના અને પ્રેમી ભત્રીજો મોબાઈલ ફોનથી ડિલીટ વોઈસ મેસેજ, ફોટોગ્રાફ, વીડિયો, કોલ રેકોર્ડને રિકવર કરવામાં આવશે.(૩૮.૪ )
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
