News of Thursday, 22nd May 2025
જોડીયા બહેનોના જોડીયા ભાઈ સાથે એક જ માંડવે લગ્ન થયા, મહેમાનો પણ કન્ફયૂઝ થઈ ગયા
બંને બહેનો અને બંને ભાઈઓના ચહેરા એકદમ ભળતા આવે છે

નવી દિલ્હી તા.૨૨: વિચારો કે લગ્નનો મંડપ હોય, બે એક જેવી જ દુલ્હન અને તેના કાર્બન કોપી વરરાજા હોય તો કેવો નજારો થાય. સ્વાભાવિક છે લોકો કન્ફયૂઝ થઈ જાય. હાલમાં લગ્ન સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. જેમાં બે દુલ્હનના ચહેરા એકદમ એક જ જેવા છે, તેમના વરરાજા પણ એક જ જેવા દેખાઈ રહ્યા છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, બે જોડીયા બહેનોના બે જોડીયા ભાઈ સાથે એક જ મંડપમાં લગ્ન થઈ રહ્યા છે. બંને બહેનો અને બંને ભાઈઓના ચહેરા એકદમ ભળતા આવે છે. આ દ્રશ્ય જોઈને ભલભલા ગોથા ખાઈ જાય. આ વીડિયો કયાંનો છે તેની કોઈ જાણકારી સામે નથી આવી.
આ વીડિયો ક્લિપ ઈન્સ્ટાગ્રામ પર @far.ziengineer નામના અકાઉન્ટ પરથી શેર કર્યો છે, જેને અત્યાર સુધીમાં ૨ લાખ ૧૮ હજારથી વધારે લોકોએ લાઈક કર્યો છે. તો વળી કેટલાય નેટિઝન્સ મજા લઈ રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે, આતો કટ એન્ડ પેસ્ટ થઈ ગયું.
એક યુઝર્સે કમેન્ટ કરી છે કે હું તો એ વિચારીને પરેશાન છું કે, જો બંને કપલ એક જ ઘરમાં રહેશે તો શું થશે. તો વળી બીજાએ લખ્યું કે કોઈ નિશાન બનાવી નાખો ભાઈ, કયાંક ગરબડ ન થઈ જાય. એક અન્ય યુઝરે લખ્યું કે, એવું લાગી રહ્યું છે કે જાણે કોઈ ફયૂચરમાંથી પોતાના લગ્ન જોવા માટે પરત ફર્યું હોય.(૩૮.૩)
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
