<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્‍યાન વિધીઓ

વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્‍યાનની વિધીઓ ૬૭

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૯ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

 સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ

મો.૯૪ર૭ર પ૪ર૭૬

વિધિ - ૬૭:‘‘આ જગત  પરિવર્તનનું છે, પરિવર્તન જ પરિવર્તનનું. પરિવર્તન દ્વારા પરિવર્તનને  વિસર્જીત કરો.     

પહેલી વાત તો એ સમજવાની છે કે તમે જે કાંઇ જાણો છો તો પરિવર્તન છે. તમારા સિવાય, જાણનાર સિવાય સર્વ કંઇ પરિવર્તન છે. શું તમે કોઇ એવી વસ્‍તુ જોઇ છે જે પરિવર્તન ના હોય, જે પરિવર્તન આધિન ના હોય? આ આખો સંસાર પરિવર્તનની ઘટના છે. બધી બાજુએ પરિવર્તન છે. આ પરિવર્તન પૃષ્‍ઠભૂમિ બની જાય છે. કન્‍ટ્રાસ્‍ટ બની જાય છે અને તમે વિશ્રામમાં હોવ છો. શિથિલ હોવ છો એટલા માટે તમારા મનમાં ભવિષ્‍ય હોતું નથી, ભવિષ્‍યના વિચાર નથી હોતા. તમે અહિં અને અત્‍યારે હોવ છો. આ ક્ષણે જ બધું કાંઇ થાય છે. સર્વ કાંઇ બદલાઇ રહ્યું છે અને અચાનક તમને પોતાની ભીતર એ બિન્‍દુનો બોધ થાય છે કે જે કયારેય બદલાયો નથી.

‘‘ પરિવર્તનથી પરિવર્તનને વિસર્જીત કરો.''

એનો આ જ અર્થ છે. લડો મત, મૃત્‍યું દ્વારા અમૃતને જાણી લો. મૃત્‍યું દ્વારા મૃત્‍યુંને મરી જવા દો. એની સાથે લડાઇ મત કરો.

તંત્રની દૃષ્‍ટિએ સમજવી અઘરી છે. કારણ એ છે કે આપણું મન કાંઇ કરવા માગે છે. અને તંત્ર છે કાંઇ ના કરવું તંત્ર કર્મ નથી, પૂર્ણ વિશ્રામ છે. પરંતુ આ એક સોૈથી વધુ ગુઢ રહસ્‍ય છે અને જો તમે એને સમજી શકો, જો તમને એની પ્રતીતિ થઇ જાય તો તમારે બીજી કોઇ વસ્‍તુની ચિંતા કરવાની જરૂર ના રહી. આ એકલી વિધિ તમને બધું જ આપી દઇ શકે છે. ત્‍યારે તમારે કશું કરવાની જરૂર ના રહી કારણ કે તમે રહસ્‍યને જાણી લીધું પરિવર્તનથી પરિવર્તનનું અતિક્રમણ થઇ શકે.કામથી  કામનું અતિક્રમણ થઇ શકે છે. ક્રોધથી ક્રોધનું અતિક્રમણ થઇ શકે છે. હવે તમને એ ચાવી મળી ગઇ કે ઝેરથી ઝેરનું મારણ થઇ શકે છે.

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(11:10 AM IST)