<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

ભરઊંચાઈએ પ્‍લેનનું નાક કપાઈ ગયું પણ બધાના જીવ બચ્‍યા

કરા પડવાથી દિલ્‍હીથી શ્રીનગર જતા વિમાનનું નોઝ તૂટી ગયુઃ ઇમર્જન્‍સી લેન્‍ડિંગમાં સફળતા મળી એટલે ૨૨૭ મુસાફરો અને ક્રૂ-મેમ્‍બર્સ સુરક્ષિત

નવી દિલ્‍હી તા.૨૨: ગઈ કાલે દિલ્‍હીથી શ્રીનગર જઈ રહેલી ઇન્‍ડિગો એરલાઇન્‍સનું એક વિમાન ખરાબ મોસમને કારણે સેંકડો કિલોમીટર ઊંચે હવામાં મુસીબતમાં મુકાઈ ગયું હતું. અચાનક કરાવળષ્ટિ થતાં વિમાન હવામાં ગોળ ચકરાવા લેવા લાગ્‍યું હતું. પાઇલટે શ્રીનગર એર ટ્રાફિક કન્‍ટ્રોલનો સંપર્ક કરીને ઇમર્જન્‍સી લેન્‍ડિંગ કરાવ્‍યું હતું. એરક્રાફ્‌ટ સાંજે ૬.૩૦ વાગ્‍યે શ્રીનગર લેન્‍ડ થયું ત્‍યારે એમાં સવાર ૨૨૭ યાત્રીઓ સહિત તમામ ક્રૂ-મેમ્‍બર્સ કુશળ હતા. જોકે વિમાનનું આગળનું નોઝ ડેમેજ થઈ ગયું હોવાથી હવે આ એરક્રાફ્‌ટ કયારેય ઊડાન ભરી નહીં શકે.

(12:00 PM IST)