News of Thursday, 22nd May 2025
છેલ્લી બેઠક ૩૧મી ડિસેમ્બરે જેસલમે૨માં મળી હતીઃ કરવેરા સુધારણા, અનુપાલન અને સર્વાંગી કર પાલન ઝડપી બને
GST કાઉન્સિલની બેઠક વહેલી મળે તેવી કોર્પોરેટ સેકટરની અપેક્ષા

નવી દિલ્હી તા.૨૨: જીએસટી કાઉન્સિલની બેઠક ઝડપી મળે તેવી અપેક્ષા કોર્પોરેટ સેકટર રાખી રહ્યું છે. છેલ્લા પાંચ માસથી આ બેઠક મળી નથી તેના પગલે જીએસટી સંબંધિત કરવેરા સુધારણા, અનુપાલનમાં સરળતા અને સર્વાંગી કર પધ્ધતિમાં સરળતા ઉપર બ્રેક વાગી છે.
આ માસના અંત કે આગામી માસના પ્રથમ પખવાડિયામાં જો આ બેઠક મળે તો જીએસટીને લગતાં કેટલાક રાષ્ટ્રિય સ્તરના પ્રશ્નોનો ઝડપી નિવેડો આવી શકે, કર અંગે પણ જો કોઈ સુધારણા થાય તો તેનો અમલ થઈ શકે તેવી પણ લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે. જીએસટી કાઉન્સિલની છેલ્લી બેઠક ૩૧મી ડિસેમ્બર ૨૦૨૪ના રોજ રાજસ્થાનના જેસલમેરમાં મળી હતી. સામાન્ય રીતે જીએસટી કાઉન્સિલની બેઠક ત્રણ માસે એક વખત યોજવાની હોય છે.
જોકે છેલ્લા કેટલાક મહિનાથી જોવા મળેલીવ શ્વિક આર્થિક અને ભૂરાજકીય પરિસ્થિતિ તથા ૨૨મી એપ્રિલના રોજ પહલગામ ખાતે ત્રાસવાદીઓ દ્વારા ૨૬ નિર્દોષોની કરાયેલી હત્યા બાદ સર્જાયેલી સ્થિતિ બાદ ભારતે - પાકિસ્તાનના ત્રાસવાદી અડ્ડાઓનો કરેલો સફાયો જેવી ઘટનાઓ, ભારત -પાક વચ્ચે યુધ્ધ સર્જાય તેવી સ્થિતિ જોવા મળી હતી. અમેરિકામાં ટ્રમ્પ દ્વારા જે રીતે ટેરિફ સબંધિત નિર્ણયો લેવામાં આવી રહ્યા છે તેના પગલે પણ નાણાં મંત્રાલય, વાણિજ્ય મંત્રાલય સહિતના મંત્રાલયો સતત કાર્યરત છે. ભારતે - બ્રિટન સાથે ઐતિહાસિક મુક્ત વેપાર કરાર કર્યા છે તે સહિતની બાબતો પણ મહત્વની છે. ભારત - બ્રિટનના આ કરારમાં ટેરિફમાં ઘટાડાની બાબત પણ મહત્વની રહી હતી. આ સંજોગોમાં જીએસટી કાઉન્સિલની બેઠકને વિલંબ થયો હોવાનું મનાય છે. દરમિયાનમાં ભારત અમેરિકા સાથે વચગાળાની વેપાર સમજૂતી કરવા જઈ રહ્યું છે, ત્યારે ભારતે ૨૬ ટકા વધારાની ટેરિફમાં છૂટ માગી છે.અમેરિકાએ ૨ એપ્રિલે ભારતીય ચીજો ઉપર ૨૬ ટકા ટેરિફ નાંખી છે, પણ તેનો અમલ ૯ જુલાઈ સુધી મોકૂફ રાખ્યો છે. જોકે અમેરિકા દ્વારા ૧૦ ટકા બેઝલાઈન ટેરિફ અત્યારે પણ અમલી છે.
ગત એપ્રિલ માસમાં જીએસટીની આવક ૧૨.૬ ટકા વધીને રૂા.૨.૩૭લાખ કરોડ થઈ હતી. જેમાં ઘરેલું લેણદેણથી જીએસટીની આવક ૧૦.૭ટકા વધીને લગભગ ૧.૯ લાખ કરોડ થઈ હતી. જયારે આયાતિત ચીજોથી આવક ૨૦.૮ ટકા વધીને રૂા.૪૦.૯૧૩ કરોડ થઈ હતી. જે મજબૂત આર્થિક ગતિવિધિઓ અને વ્યવસાયોની સ્થિતિ દર્શાવતી હતી. ઉલ્લેખનીય છેકે, અગાઉ લોકસભાની ચૂંટણી યોજાઈ તે વખતે પણ જીએસટી કાઉન્સિલની બેઠક ઓકટોબર ૨૦૨૩ બાદ જૂન ૨૦૨૪માં મળી હતી મળી હતી
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
