News of Thursday, 22nd May 2025
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં બે આતંકવાદીઓ ઠાર : સેના અને સુરક્ષા દળોનું સંયુક્ત ઓપરેશન હજુ ચાલુ
કિશ્તવાડના ચતરુ વિસ્તારના સિંઘપોરામાં સુરક્ષા દળોએ ઘણા આતંકવાદીઓને ઘેરી લીધા

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું છે. આ દરમિયાન 2 આતંકવાદીઓ માર્યા ગયાના સમાચાર છે. મળતી માહિતી મુજબ કિશ્તવાડના ચતરુ વિસ્તારના સિંઘપોરામાં સુરક્ષા દળોએ ઘણા આતંકવાદીઓને ઘેરી લીધા છે. સેના અને સુરક્ષા દળોનું સંયુક્ત ઓપરેશન હજુ પણ ચાલુ છે. સ્થળ પર ગોળીબાર પણ થયો હતો.
આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને ખતરાને નિષ્ક્રિય કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાઈ એલર્ટ ઓપરેશનમાં આતંકવાદીઓનો સામનો કરવા માટે સેના દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હોવાના સમાચાર છે.
જમ્મુ અને કાશ્મીર પોલીસે મંગળવાર, 20 મેના રોજ પાકિસ્તાન સ્થિત ચાર આતંકવાદી હેન્ડલરોની મિલકતો જપ્ત કરી હતી. આ કાર્યવાહી ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોર અને દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપોરા વિસ્તારમાં કરવામાં આવી હતી.
પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સોપોર વિસ્તારમાં ત્રણ અને અવંતીપોરામાં એક મિલકત જપ્ત કરવામાં આવી છે. સોપોરમાં જે આતંકવાદીઓની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે તેમાં અર્શીદ અહમદ ટેલી (રહે. નવપોરા તુજ્જર), ફિરદોસ અહમદ ડાર ઉર્ફે ઉમર ડાર અને નઝીર અહમદ ડાર ઉર્ફે શબીર ઇલાહી (બંને રહેવાસીઓ હરવાન)નો સમાવેશ થાય છે.
આ ત્રણેયની લગભગ 29 મરલા જમીન (લગભગ 8,000 ચોરસ ફૂટ) જપ્ત કરવામાં આવી છે. આ કાર્યવાહી CRPCની કલમ 82 અને 83 હેઠળ કરવામાં આવી હતી જેમાં પોલીસે મહેસૂલ વિભાગની મદદથી જમીન ઓળખી કાઢી હતી અને કોર્ટના આદેશ મુજબ તેને જપ્ત કરી હતી. તે બધાને કોર્ટ દ્વારા પહેલાથી જ જાહેર કરાયેલા ગુનેગાર જાહેર કરવામાં આવ્યા છે.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
