News of Thursday, 22nd May 2025
ચાંદીએ પુનઃ ૧,૦૦,૦૦૦ની સપાટી વટાવી
ર૦૦૦ રૂા.ના ઉછાળા સાથે ચાંદીના ભાવ ૧,૦૧,૦૦૦ : સોનામાં ૬૦૦ રૂા. વધતા ભાવ ૯૯,૨૦૦ રૂા. થયા

રાજકોટ, તા., રરઃ બુલીયન માર્કેટમાં તેજીનો દોર યથાવત રહયો છે. ચાંદીમાં આજે વધુ ર૦૦૦ રૂા.નો ઉછાળો થતા ચાંદીના ભાવે પુનઃ ૧ લાખની સપાટી વટાવી ગયા છે. ચાંદીની સાથે સોનામાં પણ ૬૦૦ રૂા.નો ભાવવધારો થયો છે.
બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં ચાંદીમાં આજે ર૦૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો. ગઇકાલે રાત્રે ચાંદી ચોરસા ૧ કિલોનો ભાવ ૯૯,૦૦૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ૧,૦૧,૦૦૦ રૂા. થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પુર્વે પણ તેજીના તરખાટના પગલે ચાંદીના ભાવ ૧,૦૩,૦૦૦ ની ટોચની સપાટી બનાવી હતી. બાદમાં ચાંદીના ભાવમાં ક્રમશઃ ઘટાડો થયો હતો. ચાંદીમાં પુનઃ તેજીને પગલે ચાંદીના ભાવએ ૧ લાખની સપાટી વટાવતા આગામી દિવસોમાં ચાંદીના ભાવ ફરી નવી ટોચની સપાટી બનાવશે કે કેમ? તે તરફ સૌની મીટ મંડાઇ છે.
ચાંદીની સાથે સોનામાં પણ સવારે ૮૦૦ રૂા.નો ભાવવધારો થતા સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૯૮,૬૦૦ રૂા. હતા તે વધીને ૯૯,૪૦૦ રૂા. થઇ ગયા હતા. બાદમાં બપોરે ફરી ર૦૦ રૂા.નો ઘટાડો થતા સોનાનો ભાવ ૯૯,ર૦૦ રૂા. થયા છે. (૪.૧૪)
(2:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
