News of Thursday, 22nd May 2025
અચાનક રિસેપ્શનમાં પહોંચી વરરાજાની ગર્લફ્રેન્ડ : દુલ્હનની સામે મારી દીધો તમાચો
એટલું ઝડપી થયું કે વરરાજા પણ સમજી શકયો નહીં : વાયરલ વીડિયોમાં હાજર લોકો પણ આ દ્રશ્ય જોઈ દંગ રહી ગયા

નવી દિલ્હી, તા.૨૨: સગાઈ-લગ્ન સાથે જોડાયેલા નજારાની સોશિયલ મીડિયા પર ભરમાર છે. આવા અનેક વીડિયો દરરોજ વાયરલ થાય છે. આવો એક વીડિયો તાજેતરમાં બધાનું ધ્યાન ખેંચી રહ્યો છે. વીડિયો લગ્નના રિસેપ્શનનો છે, જેમાં વરરાજાપ્રકન્યા સ્ટેજ પર બેઠા છે. મહેમાનો તેને શુભેચ્છા આપી રહ્યાં છે. ત્યારે અચાનક એક મહિલા સ્ટેજ પર પહોંચે છે, જે કથિત રીતે વરરાજાની પૂર્વ ગર્લફ્રેન્ડ જણાવવામાં આવી રહી છે. તે પહેલા દુલ્હનને પ્રેમથી ગળે મળે છે, ત્યારબાદ બધાની સામે વરરાજાને લાફો મારે છે. આ સીટ એટલો અચંબિત હતો કે ત્યાં હાજર લોકો ચોંકી ગયા હતા.
વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે દુલ્હા-દુલ્હન ખુશ લાગી રહ્યાં છે, પરંતુ જ્યારે પ્રેમિકા પહોંચે છે તો વરરાજાના હાવભાવ બદલાય જાય છે. તે કંઈ બોલે તે પહેલા પ્રેમિકાએ તેનું મોઢુ દબાવ્યું અને તમાચો માર્યો હતો. આ બધું એટલું ઝડપી થયું કે વરરાજા પણ સમજી શકયો નહીં. વીડિયોમાં હાજર લોકો પણ આ દ્રશ્ય જોઈ દંગ રહી ગયા. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો અલગપ્રઅલગ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. કેટલાક લોકો તેને પ્રીપ્રપ્લાન ડ્રામા માની રહ્યાં છે.
આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર viral_ka_tadka નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. પરંતુ તે સ્પષ્ટ નથી કે આ વીડિયો અસલી છે કે કોઈ સ્ક્રિપ્ટેડ પ્રેન્કનો ભાગ. પરંતુ આ વીડિયોએ અનેક લોકોનું ધ્યાન ખેંચ્યું છે. લોકો વીડિયો જોઈ પોતાનો પ્રતિભાવ પણ આપી રહ્યાં છે.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
