News of Friday, 23rd May 2025
રેમિટન્સ ટેક્સના પગલે USમાં ઉચ્ચ અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ચિંતિત
પ્રોફેશનલો પણ હવે કેનેડા, યુકે, જર્મની જેવા દેશોની પસંદગી કરે તેવી સંભાવના : વિદ્યાર્થીઓને લોનના હપ્તા ભરવા, પરિવારને ટેકો આપવા માટે વધુ સંઘર્ષ કરવો પડશે

નવી દિલ્હી તા.૨૩: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સૂચિત ૫ ટકા રેમિટન્સ ટેક્સનું વિધેયક આગામી માસમાં પસાર થશે, આ સંજોગોમાં ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયેલા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો હાલ ચિંતિત છે. બીજી તરફ વર્ક વીઝા ઉપર ગયેલા પ્રોફેશનલો પણ કેનેડા, યુકે, જર્મની જેવા દેશોમાં જો નોકરીની તક મળતી હોય તો સ્થળાતંર કરવા વિચારશે તેવી સ્થિતિ સર્જાઇ છે.
સ્ટેટ લેવલ બેંકિંગ કમિટીના અહેવાલ મુજબ ગુજરાતમાંથી ઉચ્ચ અભ્યાસ માટે બેંકની લોન લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા નાણાંકીય વર્ષ ૨૦૨૪- ૨૫માં ૨૨૪૧૯ હતી અને આ વિદ્યાર્થીઓએ રૂા.૨૦૭૮ કરોડની લોન લીધી હતી. જ્યારે ૨૦૨૩-૨૪માં ૨૧૮૧૦ વિદ્યાર્થીઓએ રૂ&.૧૯૫૧ કરોડની લોન બેંકોમાંથી લીધી હતી. ૨૦૨૨-૨૩માં ગુજરાતી વિદ્યાર્થીઓએ રૂા.૧૨૫૨ કરોડની લોન લીધી હતી. આમ ૨૦૨૨-૨૩ ની તુલનાએ ૨૦૨૩-૨૪માં લોનનું પ્રમાણ પપ ટકા વધ્યું હતું. જોકે ૨૦૨૪-૨૫માં આ પ્રમાણ માત્ર ૬.૫ ટકા જ વધ્યું હતું. આમ ઉચ્ચ અભ્યાસ માટે લોનનું પ્રમાણ અગાઉના વર્ષની તુલનાએ ઘટવાનું કારણ ઇમિગ્રેશનના નિયમોમાં ફેરફાર, ટયુશન ફી અને જીવન નિર્વાહ ખર્ચમાં થયેલા ગણનાપાત્ર વધારો રહ્યું છે. ખાસ કરીને અમેરિકામાં ટ્રમ્પે પુનઃ સત્તા હાંસલ કર્યા બાદ જે નિયમોમાં આમૂલ પરિવર્તન કરવામાં આવી રહ્યું છે તેની અસર પડી છે. ગુજરાતમાંથી મોટાભાગે અમેરિકા, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં અભ્યાસ માટે લોન લઈને જતા હોય છે. અમેરિકા બાદ કેનેડામાં પણ વિદ્યાર્થીઓના અભ્યાસના ખર્ચ તથા રહેવાના ખર્ચમાં થયેલા વધારા અને સરકારી નીતિઓમાં ફેરફારની અસર પડી છે. ઉચ્ચ અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓ ઓછામાં ઓછી રૂા.૪૦ લાખની આસપાસની રકમની લોન લેતા હોય છે.જો કોર્સની ફી વધુ હોય તો લોનની રકમ પણ વધતી હોય છે. એક અહેવાલ મુજબ ૨૦૨૩-૨૪માં ભારતમાંથી ૩,૩૧,૦૦૦ વિદ્યાર્થીઓ એકલા અમેરિકામાં જ અભ્યાસ માટે ગયા હતો. જેમાં ગુજરાતી વિદ્યાર્થીઓની સંખ્યા ૨૫થી ૩૫ ટકા જેટલી મનાય છે. આ વિદ્યાર્થીઓને અભ્યાસ ફ્રી માટે ૭૦ ટકા રકમ અને ૩૦ ટકા રકમ રહેવા માટે ચૂકવવી પડતી હોય છે.
અમેરિકામાં જીવન નિર્વાહ ખર્ચ ૧૦૦૦ ડોલર થયો
અમેરિકામાં માસિક જીવન ખર્ર્ચ ૬૦૦ ડોલરથી ૭૦૦ ડોલર હતો તે હવે વધીને ૧૦૦૦ ડોલર થઇ ગયો છે. એક તરફ ખર્ચમાં વધારો થયો છે. ત્યારે અભ્યાસ માટેની લોન પરત ચુકવવા માટે વિદ્યાર્થી અભ્યાસ સાથે નોકરી કરીને નાણાં બચાવીને પરિવારને પરત રેમિટન્સ મોકલે છે. તેમને હવે ટ્રમ્પના ૫ ટકા રેમિટન્સ ટેક્સની અસર પડશે.
રેમિટન્સ ટેક્સથી NRIનું રિઅલ એસ્ટેટમાં રોકાણ ઘટશે ૧ પ ટકા રેમિટન્સ ટેક્સના પગલે એનઆરઆઇ દ્વારા વડોદરા, અમદાવાદ, સુરત સહિત ગુજરાતમાં રિઅલ એસ્ટેટ સેકટરમાં કરાતા રોકાણ ઉપર પણ અસર પડી શકે છે. હાઉસિંગ ડેવલપરો પણ એનઆરઆઇ ગ્રાહકોની જરૂરીયાતને અનુલક્ષીને કેટલાક શહેરમાં પ્રોજેક્ટ રજૂ કરે છે. હવે રેમિટન્સ ટેક્સનું બીલ પસાર થતાં એનઆરઆઇ ગ્રાહકોનું રોકાણ ઘટશે તેવી ગણતરી મુકવામાં આવી રહી છે.(૩૮.૪)
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
