<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

નરેન્‍દ્રભાઇ ઉપર બાપુનો અગાધ પ્રેમ અને આશિર્વાદ

 

ચરાડવા :.. સૌરાષ્‍ટ્રની ભૂમિને ધર્મભૂમિ બનાવી સેંકડો લોકોના દુઃખ દર્દ દૂર કરનાર ચરાડવા મહાકાળી આશ્રમના મહાન સંત પૂ. દયાનંદગીરીબાપુ ગુરૂ બ્રહ્માનંદગીરી બાપુનો પ્રથમથી જ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી ઉપર અગાધ પ્રેમ રહ્યો છે. બાપુ હમેશ કહેતા કે દેશની સેવા માટે મહામાનવનો અવતાર થયો છે. તેમને ઉની આંચ પણ નહિ આવે. બાપુએ દસ મહા વિદ્યા-કથા-યજ્ઞ કરેલો ત્‍યારે નરેન્‍દ્રભાઇએ હૃદયની શુભેચ્‍છા પાઠવતો અને બાપુને વંદના કરતો પત્ર લખ્‍યો હતો જે પૂ. બાપૂએ મંદિરમાં મઢાવીને રાખ્‍યો હતો. પૃથ્‍વી ઉપર આવતરેલા આ મહાન આત્‍માને કોટી કોટી વંદન.. ઓમ નમો નારાયણ... 

(11:29 AM IST)