મોદીજી ખોખલા ભાષણ આપવાનું બંધ કરો
રાહુલ ગાંધીએ પીએમ મોદીને પૂછયા ૩ સવાલ : પાકિસ્તાન સાથે સીઝફાયર બાદ કોંગ્રેસ અને રાહુલ ગાંધી બંનેના સૂર બદલાઈ ગયા છે

નવી દિલ્હી, તા.૨૩: જમ્મુ કાશ્મીરમાં પહેલગામ નરસંહારને લઈને વિપક્ષ પણ સરકાર સાથે છે. ત્યાં સુધી કે વિપક્ષના નેતા રાહુલ ગાંધી ઘણી વાર કહી ચૂકયા છે કે સરકાર આતંકવાદ વિરુદ્ધ જે પણ પગલાં ઉઠાવશે તેમાં તે સાથે છે. ઓપરેશન સિંદૂર દરમ્યાન પણ વિપક્ષ અને કોંગ્રેસ પાર્ટી સરકાર સાથે ઊભી રહી હતી. પણ હવે પાકિસ્તાન સાથે સીઝફાયર બાદ કોંગ્રેસ અને રાહુલ ગાંધી બંનેના સૂર બદલાઈ ગયા છે. રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે એક્સ પર પોસ્ટ કરી પીએમ મોદીને ૩ સવાલો પૂછયા છે.
તેમણે પીએમ મોદીનો એક વીડિયો એક્સ પર શેર કર્યો છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ‘મોદીજી, ખોખલા ભાષણ આપવાનું બંધ કરો,' આ ઉપરાંત તેમણે ત્રણ સવાલો પૂછયા છે. રાહુલ ગાંધીએ એક્સ પોસ્ટમાં જણાવ્યું છે કે, ‘તમે ભારતના સન્માન સાથે સમાધાન કરી લીધું.'
કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદીને આ ત્રણ સવાલો પૂછયા છે.
આતંકવાદ પર તમે પાકિસ્તાનની વાતો પર વિશ્વાસ કેમ મૂકયો?
ટ્રમ્પ સામે ઝૂકીને તમે ભારતના હિતોની કુર્બાની કેમ આપી?
તમારું લોહી ખાલી કેમેરા સામે જ કેમ ગરમ થાય છે?(૨૩.૧૭)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
