<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th May 2025

પેસેન્‍જર વ્‍હીકલના વેચાણમાં મહારાષ્‍ટ્ર મોખરેઃ ગુજરાત ત્રીજા ક્રમે

ટુ વ્‍હીલરના વેચાણમાં યુપી ટોચના ક્રમે, ગુજરાત પાંચમા ક્રમેઃ કોમર્શિયલ વ્‍હીકલ સેગમેન્‍ટમાં મહારાષ્‍ટ્ર ટોચના ક્રમે, ગુજરાત ત્રીજા ક્રમે

નવી દિલ્‍હી,તા.૨૪: વર્ષ ૨૦૨૪-૨૫માં દેશમાં પેસેન્‍જર વ્‍હીકલના વેચાણમાં મહારાષ્‍ટ્ર ટોચના ક્રમે રહ્યું છે અને ગુજરાત ત્રીજા ક્રમે રહ્યું છે. ટુ વ્‍હીલરના વેચાણમાં ઉત્તર પ્રદેશ ટોચના ક્રમે રહ્યું છે. સોસાયટી ઓફ ઈન્‍ડિયન ઓટોમોબાઈલ મેન્‍યુફેક્‍ચરર્સ (સિયામ)એ આ ડેટા જાહેર કર્યા છે.

મહારાષ્‍ટ્રમાં ૨૦૨૪-૨૫માં પેસેન્‍જર વ્‍હીકલનું વેચાણ ૫,૦૬,૨૫૪ યુનિટ થયું હતું અને કુલ વેચાણમાં તેનો ૧૧.૮ ટકા હિસ્‍સો છે. બીજા ક્રમે ઉત્તર પ્રદેશમાં વેચાણ ૪,૫૫, ૫૩૦ યુનિટ થયું હતું અને હિસ્‍સો ૧૦.૬ ટકા છે. ગુજરાતમાં ૩,૫૪,૦૫૪ યુનિટનું વેચાણ થયું છે અને કુલ વેચાણમાં હિસ્‍સો ૮.૨ ટકા છે.

કર્ણાટક ચોથા ક્રમે રહ્યું છે જ્‍યાં પેસેન્‍જર વ્‍હીકલનું વેચાણ ૩,૦૯,૪૬૪ યુનિટ(૭.૨ ટકા હિસ્‍સો) રહ્યું છે. હરિયાણા પાંચમા ક્રમે છે જ્‍યાં વેચાણ ૨, ૯૪,૩૩૧ યુનિટ (૬.૮ ટકા હિસ્‍સો) છે.

ટુ વ્‍હીલર સેગમેન્‍ટમાં ઉત્તર -દેશ મોખરે રહ્યું છે જ્‍યાં ૨૦૨૪-૨૫માં ૨૮,૪૩,૪૧૦ યુનિટનું વેચાણ થયું છે અને કુલ વેચાણમાં તેનો ૧૪.૫ ટકા હિસ્‍સો છે. મહારાષ્‍ટ્ર બીજા ક્રમે છે જ્‍યાં ૨૦,૯૧,૨૫૦ યુનિટનું વેચાણ (૧૦.૭ ટકા હિસ્‍સો) થયું છે. તમિલનાડુમાં ૧૪,૮૧,૫૧૧ યુનિટનું વેચાણ થયું છે અને હિસ્‍સો ૭.૬ ટકા રહ્યો છે.

કર્ણાટક પેસેન્‍જર વ્‍હીકલની જેમ જ ટુ વ્‍હીલરના વેચાણમાં પણ ચોથા ક્રમે રહ્યું છે, જ્‍યાં ૧૨,૯૪,૫૮૨ ટુ વ્‍હીલરનું વેચાણ થયું છે અને કુલ વેચાણમાં હિસ્‍સો ૬.૬ ટકા થયો છે. ગુજરાત પાંચમા ક્રમે રહ્યું છે અને ૧૨,૯૦,૫૮૮ ટુ વ્‍હીલરનું વેચાણ થયું છે અને કુલ વેચાણમાં ૬.૬ ટકા હિસ્‍સો છે.

કોમર્શિયલ વ્‍હીકલ સેગમેન્‍ટમાં મહારાષ્‍ટ્ર ટોચના ક્રમે રહ્યું છે. મહારાષ્‍ટ્રમાં ૨૦૨૪-૨૫ ૧,૩૪,૦૪૪ કોમર્શિયલ વ્‍હીકલ યુનિટનું વેચાણ થયું હતું અને દેશમાં કુલ વેચાણમાં તેનો ૧૪ ટકા હિસ્‍સો હતો. બીજા ક્રમે ઉત્તર પ્રદેશ રહ્યું છે જ્‍યાં ૮૯, ૧૨૬ કોમર્શિયલ વ્‍હીકલનું વેચાણ થયું હતું અને ૯.૩ ટકા હિસ્‍સો હતો. ગુજરાત ૮૨,૪૩૩ યુનિટના વેચાણ સાથે ત્રીજા ક્રમે રહ્યું છે અને કુલ વેચાણ પૈકી તેનો ૮.૬ ટકા હિસ્‍સો છે. ત્‍યારપછીના ક્રમે તમિલનાડુમાં ૭૦,૫૬૭ યુનિટ (૭.૪ ટકા હિસ્‍સો), કર્ણાટકમાં ૬૯,૯૦૩ યુનિટ (૭.૩ ટકા હિસ્‍સો) છે.

થ્રી વ્‍હીલર સેગમેન્‍ટમાં ઉત્તર -દેશ ટોચના ક્રમે રહ્યું છે જ્‍યાં સૌથી વધુ ૯૩,૮૬૫ (૧૨.૭ ટકા હિસ્‍સો), બીજા ક્રમે ગુજરાત ૮૩,૯૪૭ યુનિટ (૧૧.૩ ટકા હિસ્‍સો) અને ત્રીજા ક્રમે મહારાષ્‍ટ્ર ૮૩,૭૧૮ યુનિટ (૧૧.૩ ટકા) છે. ત્‍યાર પછીના ક્રમે કર્ણાટક ૭૦,૪૧૭ યુનિટ (૯.૫ ટકા હિસ્‍સો) અને બિહાર ૪૭,૭૮૬ યુનિટ (૬.૪ ટકા) છે.(૪૦.૧૦)

(9:45 AM IST)