<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th May 2025

જર્મનીઃ હેમ્‍બર્ગ સેન્‍ટ્રલ રેલ્‍વે સ્‍ટેશન પર છરીથી હુમલોઃ ૧૨ ઘાયલ

૩૯ વર્ષીય મહિલા શંકાસ્‍પદની ધરપકડઃ એકલા જ આખી ઘટનાને અંજામ આપ્‍યોઃ ત્રણની હાલત ગંભીર છેઃ જર્મન પોલીસ

 

 

બર્લિન તા.૨૪: જર્મનીના હેમ્‍બર્ગ સેન્‍ટ્રલ રેલ્‍વે સ્‍ટેશન પર, શુક્રવારે સાંજે એક હુમલાખોરે ઘણા લોકો પર છરીથી હુમલો કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા ૧૨ લોકો ઘાયલ થયા હતા. પોલીસે શંકાસ્‍પદ હુમલાખોરની ધરપકડ કરી છે અને ઘટના પછી તરત જ આખા સ્‍ટેશનને ઘેરી લીધું છે.

જર્મન અખબાર બિલ્‍ડ અનુસાર, શુક્રવારે સાંજે હેમ્‍બર્ગ રેલવે સ્‍ટેશન પર છરીથી હુમલો, ઓછામાં ઓછા ૧૨ લોકો ઘાયલ થયા હતા. સ્‍થાનિક પોલીસે હુમલાની પુષ્ટિ કરી છે અને ૩૯ વર્ષીય મહિલા શંકાસ્‍પદની ધરપકડ કરી છે અને એવું માનવામાં આવે છે કે તેણીએ એકલા જ આખી ઘટનાને અંજામ આપ્‍યો હતો.

તે જ સમયે, સ્‍થાનિક વહીવટીતંત્રે લોકોને સ્‍થળની આસપાસ સાવધ રહેવા અને પોલીસની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. ઉપરાંત, વહીવટીતંત્રે જણાવ્‍યું હતું કે પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે.

ત્રણની હાલત ગંભીર છેઃ જર્મન પોલીસ

બિલ્‍ડના અહેવાલ મુજબ, હુમલામાં ઘાયલ થયેલા ત્રણ લોકોની હાલત ગંભીર છે, જ્‍યારે ત્રણ અન્‍ય ગંભીર રીતે ઘાયલ થયા છે અને લોકોને નાની-મોટી ઇજાઓ થઈ છે. હુમલાખોર દ્વારા કરવામાં આવેલા હુમલાનો હેતુ હજુ સ્‍પષ્ટ નથી.

‘‘હુમલાખોરે પ્‍લેટફોર્મ પર લોકોને નિશાન બનાવ્‍યા હતા''

હેમ્‍બર્ગ પોલીસે સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ હ્‍ પર જણાવ્‍યું હતું કે સ્‍ટેશન પર એક વ્‍યક્‍તિએ છરીથી ઘણા લોકો પર હુમલો કર્યો હતો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. જોકે, શંકાસ્‍પદ વ્‍યક્‍તિને કસ્‍ટડીમાં લેવામાં આવ્‍યો છે. પોલીસના જણાવ્‍યા અનુસાર, હુમલાખોરે સ્‍ટેશનના ટ્રેક ૧૩ અને ૧૪ વચ્‍ચે પ્‍લેટફોર્મ પર લોકોને નિશાન બનાવ્‍યા હતા.

જર્મન સમાચાર એજન્‍સી DPA અનુસાર, હેમ્‍બર્ગની ફાયર સર્વિસે જણાવ્‍યું હતું કે હુમલામાં છ લોકોને જીવલેણ ઇજાઓ થઈ છે, જ્‍યારે ત્રણ અન્‍ય ગંભીર રીતે ઘાયલ થયા છે અને ત્રણને નાની ઇજાઓ થઈ છે. ખ્‍ભ્‍ના અહેવાલ મુજબ, ઘટના બાદ, પોલીસે સ્‍ટેશનના કેટલાક ભાગોને ઘેરી લીધા છે.

તમને જણાવી દઈએ કે જર્મનીના બીજા સૌથી મોટા શહેર હેમ્‍બર્ગના ડાઉનટાઉનમાં સ્‍થિત આ સ્‍ટેશન સ્‍થાનિક, પ્રાદેશિક અને લાંબા અંતરની મુસાફરી માટેનું એક મુખ્‍ય કેન્‍દ્ર છે.(૩૮.૭)

(10:11 AM IST)