News of Saturday, 24th May 2025
IRCTCએ શરૂ કરી ૭ જ્યોર્તિલિંગની દર્શનયાત્રા
આ પેકેજ ૧૨ રાત ૧૩ દિવસનું હશે; આ ખાસ ટ્રેનમાં ૭૦૦ લોકો સવાર થઈ શકશે

નવી દિલ્હી તા.૨૪: જ્યોર્તિલિંગનાં દર્શન કરવા ઇચ્છતા લોકો માટે ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા ખુશખબરી છે. એક ભારત, શ્રેષ્ઠ ભારત અભિયાન અંતર્ગત ભારત ગૌરવ ટ્રેનોની શરૂઆતમાં ૭ જ્યોર્તિલિંગ અને શિર્ડીના સાંઈબાબાનાં દર્શન કરી શકાય એવું ખાસ પૅકેજ લોન્ચ કર્યું છે. આ પેકેજ ૧૨ રાત ૧૩ દિવસનું હશે. આ ખાસ ટ્રેનમાં ૭૦૦ લોકો સવાર થઈ શકશે.
ટ્રેન ૩૧ મેએ ઝારખંડના ધનબાદથી શરૂ થશે અને હજારીબાગ રોડ, કોડરમા, ગયા, રાજગીર, બિહાર શરીફ, બખ્તિયારપુર, પટના, આરા, બક્સર, દિલદારનગર અને પંડિત દીનદયાલ ઉપાધ્યાય સ્ટેશન પર તીર્થયાત્રીઓને લેવા માટે રોકાશે.
આ યાત્રા દરમ્યાન મધ્ય પ્રદેશના મહાકાલેશ્વર અને ઓમકારેશ્વર; ગુજરાતના નાગેશ્વર અને સોમનાથ; મહારાષ્ટ્રના ત્ર્યંબકેશ્વર, ભીમાશંકર અને ઘૃષ્ણેશ્વર જ્યોર્તિલિંગનાં દર્શન થઈ શકશે. સાત જ્યોર્તિલિંગોની સાથે શિર્ડીના સાંઈબાબા અને દ્વારકામાં દ્વારકાધીશ મંદિરનાં પણ દર્શન થઈ શકશે.(
(12:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
