News of Saturday, 24th May 2025
અનિલ અંબાણી માટે ‘અચ્છે દિન': કરી રહયા છે ધડાધડ ડિલ
એક વખત પોતાને નાદાર જાહેર કરનાર ‘છોટે અંબાણી' ચુકવી રહયાં છે લોન : રિલાયન્સ પાવરમાં જોરદાર ઉછાળોઃ ૨૦૦૦ કરોડનો ઓર્ડર મળતા શેરના ભાવમાં ૧૬ ટકાનો ઉછાળો

મુંબઈ, તા.૨૪: તે વર્ષ ૨૦૨૦ હતું. એક તરફ, સમગ્ર વિશ્વમાં કોરોના રોગચાળો ચરમસીમાએ પહોંચી ગયો હતો અને બીજી તરફ, ભારતીય ઉદ્યોગપતિ અનિલ અંબાણી માટે પરિસ્થિતિ મુશ્કેલ બની રહી હતી. ચીની બેંકો પાસેથી ૫૦૦૦ કરોડ રૂપિયાના લોન કેસના સંદર્ભમાં તેમને લંડનની કોર્ટમાં ઓનલાઈન હાજર થવું પડ્યું.
૨૦૨૦મા અનિલ અંબાણીએ કહ્યુ હતુ કે મારી પાસે પૈસા નથી અને હું નાદાર થઈ ગયો છું. અનિલ અંબાણીએ ત્યારે કોર્ટની સામે ત્યાં સુધી કહ્યુ કે તેની પાસે વકીલ રાખવા માટે ફીના પૈસા પણ નથી. તેનો ખર્ચ તેની પત્ની અને પુત્રો ચલાવે છે. ત્યારનો સમય અને પાંચ વર્ષ પછી આજના સમયમાં પરિસ્થિતિ ખૂબ બદાલાઈ ગઈ છે. અનિલ અંબાણીનું ભાગ્ય ફરી પલટાવા લાગ્યું છે.
અનિલ અંબાણી પોતાના ખોટા નિર્ણય અને દેવાને કારણે અર્શથી ફર્શ પર પહોંચી ગયા. કંપનીઓ ડૂબવા લાગી. લોન એટલી વધી ગઈ કે નાદાર થઈ ગયા. પરંતુ પાંચ વર્ષમાં તેમનું ભાગ્ય પલટાયું છે. હવે પરિસ્થિતિ ફરી બદલવા લાગી છે. લોન ઘટી રહી છે અને કંપનીને નવા ઓર્ડર મળવા લાગ્યા છે. ખોટ ઓછી થવાથી રોકાણકારો આકર્ષિત થઈ રહ્યાં છે. તાજેતરમાં અનિલ અંબાણીની કંપનીને ભૂતાનમાં ૨૦૦૦ કરોડ રૂપિયાના સોલાર પ્રોજેક્ટનો ઓર્ડર મળ્યો છે.
તે જ સમયે, અનિલ અંબાણીએ જર્મન શષાો કંપની રેઈનમેટલ એજી સાથે રિલાયન્સ ડિફેન્સ માટે મોટો સોદો કર્યો છે. આ સોદા હેઠળ, અનિલ અંબાણીની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડની કંપની રિલાયન્સ ડિફેન્સ અને જર્મનીની રેઇનમેટલ એજીએ દારૂગોળાના ક્ષેત્રમાં હાથ મિલાવ્યા છે. આ તો ફક્ત થોડી ઝલક છે, કંપની છેલ્લા પાંચ વર્ષમાં સંપૂર્ણ નવનિર્માણમાંથી પસાર થઈ રહી છે. નવી કંપનીઓ પણ શરૂ થઈ રહી છે. અનિલ અંબાણીની કંપનીઓના શેર વધવા લાગ્યા છે. હવે પ્રશ્ન એ છે કે આ બધું કેવી રીતે થઈ રહ્યું છે?
નાના અંબાણી ફરી વાપસી કરી રહ્યાં છે અને પોતાની કંપનીઓમાં લોન ઘટાડી રહ્યાં છે. નવા ઓર્ડર મળી રહ્યાં છે અને કંપનીના શેરના કિંમતોમાં તેજી આવી રહી છે. તેવામાં લોકોના મનમાં સવાલ ઉઠે છે કે આખરે એવું શું થયું કે અનિલ અંબાણી ફરી ટ્રેક પર આવી રહ્યાં છે? એવું શું થયું કે નાના અંબાણી કમબેક કરવા લાગ્યા છે? આ સવાલનો જવાબ છે અનિલ અંબાણીના ઉત્તરાધિકારી. અનિલ અંબાણીની બીજી જનરેસને કારોબારમાં દખલ આપતા સ્થિતિ બદલાવા લાગી છે. અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ અંબાણી અને અંશુલ અંબાણીના કારોબારમાં સામેલ થતા કંપનીના રિવાઇવલનો પ્લાન શરૂ થઈ ગયો છે. પિતાના મુશ્કેલ સમયમાં બંનેએ કંપનીની જવાબદારી સંભાળી અને હવે ઝડપથી તેને આગળ વધારી રહ્યાં છે.
જુનિયર અંબાણી ભાઈઓ ભલે કેમેરાથી દૂર રહે, પણ પડદા પાછળ તેઓ અનિલ અંબાણીનું નસીબ બદલી રહ્યા છે. રિલાયન્સ તેની વિઝન ૨૦૩૦ વળદ્ધિ વ્યૂહરચના પર કામ કરી રહી છે. જેનો ઉદ્દેશ્ય રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિલાયન્સ પાવર જેવી મુખ્ય કંપનીઓનો વિસ્તાર કરવાનો અને ૧૭,૬૦૦ કરોડ રૂપિયા એકત્ર કરીને તેમને વિકાસના માર્ગ પર લઈ જવાનો છે. ભંડોળ એકત્ર કરવાની યોજનાના ભાગ રૂપે, તેઓ પ્રેફરન્શિયલ ઇક્વિટી ઇશ્યૂ દ્વારા રૂ.૪,૫૦૦ કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. વર્ડે પાર્ટનર્સ પાસેથી વિદેશી ચલણ કન્વર્ટિબલ બોન્ડ દ્વારા રૂ.૭,૧૦૦ કરોડ એકત્ર કરવામાં આવશે. જ્યારે લાયક સંસ્થાકીય પ્લેસમેન્ટ દ્વારા રૂ.૬,૦૦૦ કરોડ એકત્ર કરવામાં આવશે.પુનરુત્થાન યોજનાને કારણે, કંપનીઓના શેર વધવા લાગ્યા છે.
જય અનમોલ અંબાણી અને અંશુલ અંબાણીએ પોતાની નાની ઉંમરમાં પરિવારના બિઝનેસને સંભાળી લીધો. તે પિતાની સહાયક કંપનીઓનું નેતળત્વ કરી રહ્યા છે. જય અનમોલ અંબાણીનું ફોકસ રિલાયન્સ કેપિટલ પર છે. ૨૦૧૬મા એડિશનલ ડાયરેક્ટર તરીકે કંપનીને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. રિલાયન્સના રિટેલ બિઝનેસનો વિસ્તાર પણ અનમોલના નેતળત્વમાં થઈ રહ્યો છે.
અનમોલના નેતળત્વમાં ગ્રુપના શેરમાં શાનદાર તેજી યથાવત છે. અનમોલના કંપનીમાં આવવાથી રિલાયન્સ ગ્રુપના શેરની કિંમતોમાં ૪૦ ટકાથી વધુની તેજી આવી છે. ૧ જાન્યુઆરી ૨૦૨૫મા અનિલ અંબાણીની એક કંપનીએ ૧૨૮૬ કરોડ રૂપિયાની લોન ચુકવવાની જાહેરાત કરી હતી. પોતાની મહેનતના દમ પર અનમોલ અંબાણીએ બિઝનેસની નેટવર્થ ૨૦૦૦ કરોડને પાર પહોંચાડી છે. કંપની પર લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે અને તેનું પરિણામ છે કે અનિલ અંબાણીની કંપનીઓના શેર ફરી ચમકવા લાગ્યા છે.
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
