News of Saturday, 24th May 2025
કેરળમાં આ વખતે ચોમાસું સમય કરતાં વહેલું કેમ પહોંચી ગયું ?: જાણો તેની પાછળનું કારણ.
હવે એ નક્કી કરવું મુશ્કેલ છે કે વરસાદ ક્યારે થશે અને કેટલો થશે? અરબ સાગર અને બંગાળની ખાડીમાં ભેજનું પ્રમાણ વધ્યું

કેરળમાં 1 જૂનની આસપાસ ચોમાસું આવે છે અને 8 જૂન સુધી આખા દેશને કવર કરી લે છે. 17 સપ્ટેમ્બરની આસપાસ ઉત્તર પશ્ચિમ ભારતથી પાછું હટવાનું શરૂ કરી દે છે અને 15 ઓક્ટોબર સુધી સંપૂર્ણ રીતે વિદાય લઈ લે છે. પરંતુ આ વખતે ચોમાસું સમય કરતાં વહેલું કેરળમાં પહોંચી ગયું છે. જાણો તેની પાછળનું કારણ...
નિષ્ણાતોનું કહેવું છે કે હવામાનના સતત ફેરફારોથી ક્લાઈટમેન્ટ ચેન્જના કારણે હવામાન હવે અનિશ્ચિત થઈ રહ્યું છે. હવે એ નક્કી કરવું મુશ્કેલ છે કે વરસાદ ક્યારે થશે અને કેટલો થશે? અરબ સાગર અને બંગાળની ખાડીમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. દરિયાનું તાપમાન સામાન્ય કરતા વધારે રહેતા ચોમાસાના પવનો વધુને વધુ સક્રિય બન્યા છે.
હવામાન વિભાગ અનુસાર અરબ સાગરની ઉપર એક લો પ્રેશર સિસ્ટમ બની છે. તેની સાથે જ દક્ષિણથી ઉત્તર તરફ તેજ હવા ચાલી રહી છે જેના કારણે વાદળ બની રહ્યા છે. આ 3 કારણ છે કે ચોમાસાને આગળ વધારવા માટેની પરિસ્થિતિઓનું નિર્માણ થયું.
જો કે એવી પણ આશંકા છે કે પરંતુ જો ચોમાસુ વહેલું આવે અને ધીમું પડે અથવા નબળું પડી જાય તો એકંદરે ઓછો વરસાદ પડી શકે છે અને ક્યારેક એવું બને કે ચોમાસું મોડું આવે પણ લાંબા સમય સુધી રહે છે અને સારો વરસાદ આપે છે.
(8:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
