News of Sunday, 25th May 2025
મુંબઈ અને કોંકણમાં ભારે વરસાદની ચેતવણી: રાયગઢ, રતનગિરિ, સિંધુદુર્ગ અને પુણે માટે ઓરેન્જ એલર્ટ જાહેર
મુંબઈ, થાણે, પાલઘર અને મહારાષ્ટ્રના ઘણા અન્ય જિલ્લાઓ માટે યલો એલર્ટ

મુંબઈ : હવામાન વિભાગે રવિવારે કોંકણ અને પશ્ચિમ મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારો માટે આગામી કેટલાક દિવસો સુધી ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે. IMD અનુસાર આ દરમિયાન ગર્જના સાથે વીજળી પડવાની અને તીવ્ર પવનની પણ શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ મહારાષ્ટ્રમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે, જયારે મુંબઈ અને કોંકણમાં હાલ પ્રી-મોન્સૂન વરસાદ થઈ રહ્યો છે.
બપોરે જારી કરાયેલા એલર્ટ અનુસાર ભારતીય હવામાન વિભાગ (IMD) એ રાયગઢ, રત્નાગિરિ અને સિંધુદુર્ગ જિલ્લાઓ સાથે સતારા, પુણે અને કોલ્હાપુર જિલ્લાના ઘાટ વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે. રાયગઢ માટે આ એલર્ટ 25 અને 26 મે સુધી માન્ય રહેશે. જ્યારે રત્નાગિરિ, સિંધુદુર્ગ અને ઘાટ વિસ્તારો માટે પાંચ દિવસ સુધી એલર્ટ લાગુ રહેશે.
IMD એ ચેતવણી આપી છે કે આ વિસ્તારોમાં 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે, ગર્જના સાથે વરસાદ અને વીજળી પડવાની શક્યતા છે. આ સાથે હવામાન વિભાગે મુંબઈ, થાણે, પાલઘર અને મહારાષ્ટ્રના ઘણા અન્ય જિલ્લાઓ માટે યલો એલર્ટ પણ જાહેર કર્યો છે, જે ચેતવણી અને સાવચેતીનો સંકેત છે
(9:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
