News of Monday, 26th May 2025
જુવાનજોધ દીકરાની માતાને ઘડપણમાં જવાની ફુટી
પરણેલી મહિલા અને પુરુષની પ્રેમ કહાનીનો ખતરનાક અંત આવ્યોઃ :રંગેહાથ પકડાઈ જતાં પ્રેમીને ઠેકાણે પાડી દીધો

મુઝફ્ફરપુર તા.૨૬: બિહારના મુઝફ્ફરપુરમાં પ્રેમ કહાનીનો ભયંકર અંત આવ્યો છે. અહીં એક પરણેલી મહિલાનું ગામમાં જ રહેતા એક યુવક પર દિલ આવી ગયું. બસ પછી તો શું બંને વચ્ચે શરૂ થયો પ્રેમ. ચોરી છૂપે બંને એકબીજાને મળવા લાગ્યા, પણ લાંબા સમય સુધી આ સંબંધ દુનિયાથી છુપાવી શકયા નહીં. એક રાતે મળવા પહોંચેલા પ્રેમીએ મહિલાના દીકરાએ પકડી લીધા. પછી તો ભયંકર પરિણામ આવ્યું, જેનો ખુલાસો ચૌદ દિવસ બાદ થયો.
મુઝફ્ફરપુરના તુર્કી થાના પોલીસ સ્ટેશન વિસ્તાર પસરબાડામાં જમીનમાં દફન થયેલા જીતૂ રામની લાશ મળવા મામલે પોલીસે ખુલાસો કરી દીધો છે. હકીકતમાં જોઈએ તો, જીતૂ રામની હત્યા આડા સંબંધોના કારણે થઈ હતી. જે મહિલા સાથે જીતૂને આડા સંબંધ હતા, તેના દીકરાએ જ જીતૂની હત્યા કરી લાશને દફન કરી દીધી, જેના ૧૪ દિવસ બાદ તેની લાશ ખેતરમાંથી મળી હતી. બાદમાં પોલીસે તપાસ શરૂ કરી, ત્યારે મામલાનો ખુલાસો કર્યો. આરોપી યુવકની ધરપકડ કરી ન્યાયિક હિરાસતમાં મોકલી દીધો.
આ મામલાની જાણકારી આપતા મુઝફ્ફરપુર પヘમિી SDPO-2 અનિમેષચંદ્ર જ્ઞાનીએ જણાવ્યું કે, ગત ૭ મેથી જીતૂ ગુમ હતો. જેને લઈને ૨૦ મેના રોજ પરિવારે તે ગુમ થવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પરિવારે ગામની જ રહેવાસી એક મહિલા પર તેને ગુમ કરવાનો આરોપ લગાવ્યો હતો. કેમ કે જીતૂને આ મહિલા સાથે આડા સંબંધો હતો. આ દરમ્યાન ૨૧ મેના રોજ એક ખેતરમાંથી સડેલી હાલતમાં લાશ મળી હતી. પોલીસે જ્યારે લાશ કાઢી તો તેની ઓળખ જીતૂ તરીકે થઈ હતી.
આ મામલામાં પોલીસે ગંભીરતાથી તપાસ કરી તો તેમાં આ મહિલાના દીકરા અવિનાશ પર શંકા ગઈ હતી. જ્યારે તેની સાથે પૂછપરછ કરી, તો તેણે જણાવ્યું કે, ૭ મેના રાતે જીતૂ તેની માતાને મળવા ગયો હતો. જેને લઈને બંનેમાં મારપીટ થઈ. આ દરમ્યાન ડંડાથી માથામાં મારી જેની હત્યા કરી નાખી. ત્યારબાદ અવિનાશે પોતાની માતાના પ્રેમીની લાશને નજીકના એક ખેતરમાં દફનાવી દીધી. પણ ૧૪ દિવસ બાદ લાશ મળી તો આખો મામલો સામે આવ્યો. જીતૂ અને અવિનાશ બંને એક સાથે મજૂરી કરતા હતા. આ દરમ્યાન જીતૂને અવિનાશની માતા સાથે આડા સંબંધ બની ગયા. જીતૂ પણ પરણેલો હતો અને એક બાળકનો પિતા હતો. તો વળી તેની પત્ની હાલમાં પ્રેગ્નેન્ટ છે.(૩૮.૨)
(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
