તા. ૨૨ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ શ્રાવણ વદ – ૧૪ શુક્રવાર
News of Monday, 26th May 2025
બોયફ્રેન્ડ સાથે રિસોર્ટ ગયેલી મહિલાનું ભોજન સમયે મોત
રાત્રિભોજન કરી રહ્યા હતા ત્યારે તેને અચાનક શ્વાસ લેવા માટે તકલીફ થવા લાગી હતી

મુંબઈ,તા.૨૬: મુંબઈના પાલઘરમાંથી ખૂબ જ ભયાવહ સમાચાર સામે આવી રહ્યા છે. પાલઘરના એક રિસોર્ટમાં ૨૭ વર્ષીય મહિલાનું મોત થયું છે. કહે છે કે આ મહિલાનું મોત ભોજન સમયે થયું હતું. આ મહિલા પોતાના બોયફ્રેન્ડ સાથે રિસોર્ટમાં ગઈ હતી. રાત્રે જ્યારે તેઓએ ભોજન લીધું હતું ત્યારે અચાનકથી તેને શ્વાસ લેવામાં મુશ્કેલી થવા લાગી હતી. ત્યારબાદ તે બેભાન થઈને નીચે પડી ગઈ હતી. ત્યારબાદ તરત જ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યાં ડોક્ટરોએ તેને મળત જાહેર કરી હતી.
ત્યારબાદ આ મહિલાના મળતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો. પ્રારંભિક અહેવાલો અનુસાર એવું તારણ સામે આવ્યું છે કે ભોજન સમયે તેના ગળામાં ચિકનનો ટુકડો ફસાઈ ગયો હતો. આ સમગ્ર મામલે પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે અમે અત્યારે આ કેસને આકસ્મિક મળત્યુ તરીકે નોંધ્યો છે. હજી મળત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે અમે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ.
આ કેસમાં પોલીસ એ જાણવા માટે તપાસ કરી રહી છે કે મહિલાના મોત પાછળ કોઈ કાવતરું કે બેદરકારી તો નથી થઈને. તમને જણાવી દઈએ કે આ ઘટના ૨૩ મેના રોજ બની હતી. આ મહિલા તેના બોયફ્રેન્ડ સાથે રિસોર્ટમાં આવી હતી. જ્યારે તેઓ રાત્રિભોજન કરી રહ્યા હતા ત્યારે તેને અચાનક શ્વાસ લેવા માટે તકલીફ થવા લાગી હતી. તે ઘડીભરમાં તો બેચેન થઈ જવા પામી હતી. તે શ્વાસ લેવા માટે હાંફવા લાગી અને પછી અચાનકથી ઢળી પડી ગઈ હતી. ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પરંતુ ડોકટરોએ તેણીને મળત જાહેર કરી હતી. એમ અધિકારીએ જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે તેણીના મળતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.(૪૦.૧૩)
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
