<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

નાગપુરમાં ઘોડેસવારી શીખવતી ક્‍લબના વિક્રુત કર્મચારીએ ઘોડી પર બળાત્‍કાર કર્યો

પોલીસે ધરપકડ કરીને તેની સામે ભારતીય ન્‍યાયસંહિતાની કલમો અને એનિમલ પ્રોટેક્‍શન એક્‍ટ હેઠળ ગુનો નોંધ્‍યો '

 

નાગપુર,તા.૨૬: નાગપુરમાં ઘોડેસવારી શીખવતી નાગપુર ડિસ્‍ટ્રિક્‍ટ ઇક્‍વેસ્‍ટ્રિયન અસોસિએશન ક્‍લબમાં ગયા શનિવારે ઘોડી પર બળાત્‍કાર કરવાની ઘટના બની હતી.

આ કેસમાં એ એકેડેમી ચલાવતા ફરિયાદી -મોદ લાડવેએ તેની ફરિયાદમાં કહ્યું હતું કે ‘એ રાતે સિકયોરિટી ગાર્ડે ૩૦ વર્ષના કર્મચારી સૂરજ ઉર્ફે છોટયા સુંદર ખોબ્રાગડેને એકેડેમીમાં શંકાસ્‍પદ રીતે જોયો હતો. જોકે એ વખતે તે બહુ ખતરનાક લાગી રહ્યો હોવાથી સવારના એ વિશે સિકયોરિટી ગાર્ડે મને જાણ કરી હતી. એ પછી ક્‍લોઝ્‍ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કેમેરાનું ફુટેજ ચેક કર્યું ત્‍યારે આરોપી ઘોડી પર બળાત્‍કાર કરતો હોવાનું જણાઈ આવ્‍યું હતું. સાથે જ તેણે ૫૦૦ રૂપિયાનું એક એવા કુલ ચાર લોખંડના ઍન્‍ગલ પણ ચોર્યા હોવાનું CCTV કેમેરાના ફુટેજમાં દેખાઈ આવ્‍યું હતું. આ બાબતે ગિટ્ટી ખદાન પોલીસ-સ્‍ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે છોટયા ખોબ્રાગડેની ધરપકડ કરીને તેની સામે ભારતીય ન્‍યાયસંહિતાની કલમો અને એનિમલ પ્રોટેક્‍શન એક્‍ટ હેઠળ ગુનો નોંધ્‍યો હતો.(૪૦.૧૧)

(9:51 AM IST)