<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

મહારાષ્ટ્રમાં કુલ કોવિડ કેસમાંથી ૮૩% (૩૦૦ માંથી ૨૪૮) મુંબઈના: ૮૭ દર્દીઓ કોરોનામાંથી સ્વસ્થ થઈને પાછા ફર્યા: મહારાષ્ટ્રમાં કોરોના કેસોમાં એકાએક વધારો

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં એકાએક વધારો: ૪૩ નવા કેસ: પૂણેમાં કોરોનાના ૮ નવા કેસ. જાન્યુ.થી મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ ૩૦૦ કેસ નોંધાયા.. ફડણવીસ સરકારે ચાંપતા પગલાં લીધા છે.

મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં ૪ લોકોના મોત થયા છે. જોકે કોઈ નવા મૃત્યુ નોંધાયા નથી. 

જાન્યુઆરીથી મુંબઈમાં કુલ કેસોની સંખ્યા ૨૪૮ છે. મહારાષ્ટ્રમાં કુલ કોવિડ કેસમાંથી ૮૩% (૩૦૦ માંથી ૨૪૮) મુંબઈના છે. દરમિયાન અત્યાર સુધીમાં ૮૭ દર્દીઓ કોરોનામાંથી સ્વસ્થ થઈને પાછા ફર્યા છે.

કોરોના દરમિયાન 

સાવચેતીઓ અને ટિપ્સ

 

 

• ભીડવાળી જગ્યાએ અથવા ઘરની અંદર માસ્ક પહેરવું, 

• ખાસ કરીને જો તમે અસ્વસ્થ અનુભવતા હોવ.

• વારંવાર હાથ ધોઈને તેમને સ્વચ્છ રાખવા.

• પરિવાર અને મિત્રોમાં ફેલાતો અટકાવવા માટે જો ચેપ લાગે તો માસ્ક પહેરો અને પોતાને અલગ રાખો.

(10:19 AM IST)