હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુએસ કોંગ્રેસમાં બહુમતીનું ગણિત 9:53 AM

વડોદરાઃ ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. ત્યારે તેઓ દિલ્હીથી સૌપ્રથમ વડોદરા એરપોર્ટ પર આવી પહોંચ્યા છે. અહિં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ સહિત અન્ય મહાનુભાવો દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તે બાદ તેઓએ જુના એરપોર્ટથી લઇને એરફોર્સ સ્ટેશન સુધી આશરે ૧ કિમી સુધી રોડ શો કર્યો હતો. તેમણે કારમાંથી બહાર આવીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. ઓપરેશન સિંદૂર'ની સફળતા પછી નરેન્દ્રભાઇ પહેલી વાર પોતાના ગળહ રાજ્ય ગુજરાતની બે દિવસની મુલાકાતે પહોંચ્યા છે. પીએમ મોદીએ વડોદરાથી ગુજરાત પ્રવાસની શરૂઆત કરી. અહીં તેમણે રોડ શો કર્યો અને લોકોના અભિવાદન સ્વીકાર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી એક કિલોમીટર લાંબો રોડ શો કર્યો. આ રોડ શોને ‘સિંદૂર સન્માન યાત્રા' નામ આપવામાં આવ્યું છે. પીએમ મોદી આજે ગુજરાતમાં ત્રણ રોડ શો અને ત્રણ કાર્યક્રમોમાં ભાગ લેશે. વડોદરા પછી, પ્રધાનમંત્રી મોદી દાહોદમાં જાહેર સભાને સંબોધિત કરી હતી. આ સમય દરમિયાન રેલ્વે પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન કરવામાં આવેલ. બપોરે, પ્રધાનમંત્રી ભૂજ અને અમદાવાદમાં રોડ શો કરશે. તેઓ આજે સોમવારે રાત્રે રાજભવનમાં રોકાશે. કાલે બીજા દિવસે, ૨૭ મેના રોજ, નરેન્દ્રભાઇ ગાંધીનગરમાં મહાત્મા મંદિર શહેરી વિકાસ મંત્રાલયના કાર્યક્રમમાં હાજરી આપશે. આ પછી અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી બે દિવસમાં ૭૭,૪૦૦ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સ લોન્ચ કરશે. (૪.૨૭)
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુએસ કોંગ્રેસમાં બહુમતીનું ગણિત 9:53 AM