News of Monday, 26th May 2025
દિલ્હીથી NIAએ સીઆરપીએફ જવાનની ધરપકડ કરી
૨૦૨૩ થી પાકિસ્તાનને ગુપ્ત માહિતી આપવાનો આરોપ

નવી દિલ્હી, તા.૨૬: દિલ્હીમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે કે NIA એ પાકિસ્તાનને સંવેદનશીલ માહિતી શેર કરવા બદલ CRPF જવાનની ધરપકડ કરી છે. આરોપી ૨૦૨૩ થી પાકિસ્તાનને માહિતી આપી રહ્યો હતો.
દેશમાં એક પછી એક પાકિસ્તાની જાસૂસો સામે આવી રહ્યા છે. હવે વધુ એક જાસૂસની ધરપકડ કરવામાં આવી છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે કે NIA એ CRPF જવાનને પકડ્યો છે.
આરોપી જવાનની ઓળખ મોતી રામ જાટ તરીકે થઈ છે, જે જાસૂસી -વળત્તિમાં સક્રિય રીતે સામેલ હતો. જાણવા મળ્યું છે કે વર્ષ ૨૦૨૩ થી તે પાકિસ્તાન ગુપ્તચર અધિકારીઓને માહિતી આપી રહ્યો હતો. એજન્સીને વધુમાં જાણવા મળ્યું છે કે PIO પાસેથી વિવિધ માધ્યમો દ્વારા પૈસા મળી રહ્યા હતા.
NIA ટીમે પહેલા દિલ્હીથી મોતી રામને પકડ્યો છે અને પછી તેની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
