<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

નિયોજન કેમિકલ્‍સનું તંદુરસ્‍ત પ્રદર્શન આવક રૂ. ૭૭૮ કરોડ (૧૩% વધુ) EBITDA રૂ. ૧૩૬ કરોડ

 

મુંબઇ તા.૨૬: નિયોજન કેમિકલ્‍સ લિમીટેડ (નિયોજન)એ ૩૧ માર્ચ, ૨૦૨૫ના રોજ પૂરા થતાં વર્ષ માટેનું મજબૂત નાણાંકીય પ્રદર્શન રજૂ કર્યુ છે. નિયોજનની આવક રૂ. ૭૭૮ કરોડ છે, જે વાર્ષિક ધોરણે ૧૩ ટકા વધુ છે. બેઝ બિઝનેસમાં તંદુરસ્‍ત વોલ્‍યુમો (બુલી કેમ સહિત) અને નિયોજન આયોનિક્‍સના સતત વધી રહેલા યોગદાને નિયોજનની આવકમાં વળદ્ધિને વેગ આપ્‍યો છે. વધુ પડતા સપ્‍લાયને કારણે સમગ્ર પ્રોડક્‍ટમાં કિંમતો નરમ, ધીમી વૈશ્વિક માંગ અને આગની ઘટનાને કારણે Q4 FY25માં થોડા સમય માટે દહેજ પ્‍લાન્‍ટ ઉપલબ્‍ધ નહીં હોવા છતાં ઉપરોક્‍ત વળદ્ધિ હાંસલ કરવામાં આવીછે. નિયોજન આયોનિક્‍સની FY25ની આવક રૂ. ૧૨ કરોડના સ્‍તરે છે, જેને આગ લાગવાને કારણે અંતિમ પેદાશોમાં નુકસાન થયુ હોવાથી આંશિક અસર થઇ હતી.

નિયોજનની FY25 માટેની EBITDA રૂ. ૧૩૬ કરોડના સ્‍તરે છે, જે વાર્ષિક ધોરણે ૨૪%નો વધારો દર્શાવે છે. મજબૂત EBITDA વળદ્ધિ ઊંચા વોલ્‍યુમો મારફતે હાંસલ કરવામાં આવેલા ઓપરેટિંગ લાભમાંથી પ્રાપ્ત કરી શકાઇ છે, જેને વધુમાં ખર્ચ ઇષ્ટતમતાની પહેલોનો ટેકો છે. જ્‍ળ્‍ ૨૫ માટેની EBITDA માર્જિન ૧૭.૫% (૨૯૨૪માં ૧૫.૯%) રહ્યો હતો.

નિયોજનનો FY25 માટેનો કરબાદ નફો રૂ. ૩૫ કરોડ રહ્યો છે. દહેજ પ્‍લાન્‍ટમાં ફાટી નીકળેલી આગને કારણે ચોક્કસ સંપત્તિને થયેલા નુકસાનને કારણે અપવાદરૂપ ચીજો પાછળ થયેલું રૂ. ૧૪.૦૮ કરોડનું ખર્ચ, પ્‍લાન્‍ટ અને સાધનો, ઇન્‍વેન્‍ટરી અને અંદાજિત આકસ્‍મિક દરોના ખર્ચને PAT વધી શકયો નથી.

(3:47 PM IST)