News of Monday, 26th May 2025
સાબરમતીથી વેરાવળની વંદેભારત ટ્રેનને લીલીઝંડી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દાહોદમા વીડિયો કોન્ફરન્સિંગ થકી એક્સપ્રેસ સાબરમતીથી વેરાવળની વંદેભારત ટ્રેનને લીલી ઝંડી આપી :દાહોદમાં લોકો મેન્યુફેક્ચરિંગ શોપ રાષ્ટ્રને સમર્પિત કરીને દાહોદના રેલવે મેન્યુફેક્ચરિંગ યુનિટમાં નિર્માણ પામેલ પ્રથમ ઇલેક્ટ્રિક લોકોમોટિવને લીલી ઝંડી આપી

દાહોદ તા.૨૬ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે વડોદરા પછી દાહોદ પહોંચ્યા હતા. વડાપ્રધાને દાહોદમાં આજે 24,000 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી છે. ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિનને લીલીઝંડી આપી હતી, આ પ્રસંગે મોદી સાથે રેલવે મંત્રી પણ હાજર રહ્યા હતા. વડાપ્રધાનની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં પહોંચ્યા હતા.
ઇલેક્ટ્રિક લોકોમોટિવને લીલી ઝંડી આપી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દાહોદમાં લોકો મેન્યુફેક્ચરિંગ શોપ રાષ્ટ્રને સમર્પિત કરી છે. તેમજ દાહોદના રેલવે મેન્યુફેક્ચરિંગ યુનિટમાં નિર્માણ પામેલ પ્રથમ ઇલેક્ટ્રિક લોકોમોટિવને લીલી ઝંડી આપી હતી. પ્રથમ ઇલેક્ટ્રિક લોકોમોટિવનો પ્લાન્ટ સ્થાનિક હેતુઓ માટે અને નિકાસ માટે 9000 HPના ઇલેક્ટ્રિક લોકોમોટિવનું ઉત્પાદન કરશે. આ લોકોમોટિવ ભારતીય રેલ્વેની માલવાહક ક્ષમતા વધારવામાં મદદ કરશે.
સાબરમતીથી વેરાવળની વંદેભારત ટ્રેનને લીલીઝંડી
વડાપ્રધાન મોદીએ દાહોદમાં આયોજિત એક કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ થકી એક્સપ્રેસ સાબરમતીથી વેરાવળની વંદેભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી. ટ્રેન નંબર 26901 સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ અઠવાડિયામાં છ દિવસ દોડશે. આ ટ્રેન અઠવાડિયામાં ફક્ત ગુરુવારે જ નહીં દોડે.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
