News of Monday, 26th May 2025
બેન્ડ, વાજાં અને બારાત સાથે રંગેચંગે થયાઃ નંદી બળદનાં વાછરડી સાથે લગ્ન
નંદીને પાઘડી પહેરાવીને સજાવી-ધજાવીને એનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. વરરાજાની કેડમાં તલવાર હોય છે એ પણ આ નંદીની પીઠ પર ખોસવામાં આવી હતી

પાલી,તા.૨૬: રાજસ્થાનના પાલી શહેરમાં એક અનોખાં લગ્નનો વિડિયો વાઇરલ થયો છે. આ લગ્નમાં વરવધૂ પણ ખૂબ ખાસ હતાં. આ લગ્ન કોઈ યુવક-યુવતીનાં નહીં પરંતુ નંદી બળદ અને વાછરડીનાં હતાં. નંદીને પાઘડી પહેરાવીને સજાવી-ધજાવીને એનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. વરરાજાની કેડમાં તલવાર હોય છે એ પણ આ નંદીની પીઠ પર ખોસવામાં આવી હતી. કહેવાય છે કે આ નંદીનાં લગ્નમાં ૩૬ કોમના લોકોએ ભાગ લીધો હતો. સંપૂર્ણ હિન્દુ રીતરિવાજ સાથે નંદી અને વાછરડીએ સાત ફેરા લીધા હતા. આ લગ્નમાં ગ્રામીણ વેશભૂષામાં સજ્જ અનેક લોકો સામેલ થયા હતા. શા માટે આ લગ્ન ખાસ હતાં એના વિશે વિડિયોમાં કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી, પરંતુ પાલી શહેરમાં ધામધૂમથી થયેલાં એ લગ્નની ચર્ચા ખૂબ હતી.(
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
