News of Monday, 26th May 2025
ઓપરેશન સિંદૂરના રંગે રંગાયું કચ્છ : 10,000 સિંદૂરી સાડીધારી મહિલાઓએ નરેન્દ્રભાઈનું ભવ્ય સ્વાગત કર્યું!
વડાપ્રધાનની કચ્છ મુલાકાતથી દેશપ્રેમનો ઉમળકો છલકાયો : મહિલાઓએ ઘરના રૂડા પ્રસંગની જેમ ઉત્સાહભેર આવકાર આપ્યો

ભુજ (વિનોદ ગાલા દ્વારા) : 'ઓપરેશન સિંદૂર'ની ભવ્ય સફળતા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કચ્છ મુલાકાતથી સમગ્ર જિલ્લામાં દેશપ્રેમનો અદભુત ઉમળકો જોવા મળ્યો. આજે ભુજ ખાતે આયોજિત વડાપ્રધાનની જનસભામાં કચ્છની મહિલાઓ દેશભક્તિના રંગે રંગાઈ હતી.
પોતાના ઘરે કોઈ શુભ પ્રસંગ હોય તેવી જ પ્રેમભાવના અને અનેરા ઉત્સાહ સાથે 10 હજારથી વધુ મહિલાઓ એકસરખી સિંદૂરી સાડી પહેરી અને સિંદૂરની સજ્જા સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને હર્ષોલ્લાસ સાથે આવકારવા ઉપસ્થિત રહી હતી. આ દ્રશ્ય ખરેખર મનમોહક હતું, જે કચ્છની નારીશક્તિનો દેશપ્રેમ અને વડાપ્રધાન પ્રત્યેનો અગાધ સ્નેહ દર્શાવતું હતું.
આ મહિલાઓની ઉપસ્થિતિ અને તેમનો ઉત્સાહ સમગ્ર જનસભામાં દેશભક્તિ અને રાષ્ટ્રભક્તિનો માહોલ છવાઈ ગયો હતો.
(6:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
