<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

'ઓપરેશન સિંદૂર' બાદ પ્રથમ ગુજરાત મુલાકાતે પધારેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા ભાવભીનું સ્વાગત

રાષ્ટ્રનિર્માણમાં યોગદાન બદલ રાજ્યપાલે કૃતજ્ઞતા વ્યક્ત કરી : વડાપ્રધાન દ્વિદિવસીય ગુજરાત પ્રવાસે

ગાંધીનગર : 'ઓપરેશન સિંદૂર'ની ઐતિહાસિક સફળતા બાદ માતૃભૂમિની પ્રથમ મુલાકાતે પધારેલા ભારતના યશસ્વી પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીનું આજે મોડી સાંજે ગાંધીનગર રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભાવભીનું સ્વાગત કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાજભવન આગમન સમયે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વડાપ્રધાનને આત્મીયતાપૂર્વક આવકારતાં રાષ્ટ્ર નિર્માણમાં તેમના અવિસ્મરણીય યોગદાન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે રાજ્યપાલના અગ્ર સચિવ અશોક શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હાલમાં દ્વિદિવસીય ગુજરાત પ્રવાસે છે, જે વિકસિત ભારતના સંકલ્પ અને અમૃતકાલના સપનાંને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. આ મુલાકાત દરમિયાન તેઓ વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

 

(10:25 PM IST)