<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th May 2025

પાકિસ્તાનમાં ફરી ધરા ધ્રુજી : ફૈસલાબાદ ડિવિઝનમાં ૪.૨ ની તીવ્રતાનો ભૂકંપ : મહિનામાં ત્રીજો આંચકો : કોઈ જાનહાનિના અહેવાલ નથી

પંજાબ પ્રાંતના ઝંગ તહસીલ નજીક ૧૧૧ કિલોમીટરની ઊંડાઈએ કેન્દ્રબિંદુ : પાકિસ્તાન ટેકટોનિક પ્લેટ્સના સંગમ પર આવેલું હોવાથી વારંવાર ભૂકંપ આવે છે

લાહોર : પાકિસ્તાનમાં મંગળવારે સાંજે ૭:૩૦ કલાકે ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ૪.૨ ની તીવ્રતાના આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ફૈસલાબાદ ડિવિઝનમાં આવેલા ઝંગ તહસીલ નજીક હતું. નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપ ૧૧૧ કિલોમીટરની ઊંડાઈએ નોંધાયો હતો, જેના કોઓર્ડિનેટ્સ ૩૧.૩૧ N, ૭૨.૫૨ E હતા.
તાજેતરના સમયમાં પાકિસ્તાનમાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. મે મહિનામાં આવેલો આ ત્રીજો ભૂકંપ છે. અગાઉ, ૧૨ મેના રોજ બલુચિસ્તાનની રાજધાની ક્વેટામાં રિક્ટર સ્કેલ પર ૪.૯ ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જેના આંચકા ક્વેટા અને તેની આસપાસના વિસ્તારોમાં અનુભવાયા હતા. આ અગાઉ પણ દેશમાં ભૂકંપના આંચકા આવ્યા હતા, પરંતુ અત્યાર સુધી આ ઘટનાઓમાં કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી.
પાકિસ્તાનમાં વારંવાર ભૂકંપનું કારણ:
પાકિસ્તાન વિશ્વના સૌથી વધુ સિસ્મિકલી સક્રિય દેશોમાંનો એક છે, કારણ કે તે ઘણી મોટી ભૌગોલિક ફોલ્ટ લાઇન્સ પર આવેલું છે. ભૌગોલિક રીતે, પાકિસ્તાન યુરેશિયન અને ભારતીય ટેકટોનિક પ્લેટ્સ બંને પર ઓવરલેપ થાય છે. બલુચિસ્તાન, ફેડરલી એડમિનિસ્ટર્ડ ટ્રાઇબલ એરિયાઝ, ખૈબર પખ્તુનખ્વા અને ગિલગિટ-બાલતિસ્તાન પ્રાંત યુરેશિયન પ્લેટના દક્ષિણ કિનારે ઇરાની ઉચ્ચપ્રદેશ પર આવેલા છે. જ્યારે સિંધ, પંજાબ અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર પ્રાંત દક્ષિણ એશિયામાં ભારતીય પ્લેટના ઉત્તરપશ્ચિમ કિનારે આવેલા છે. આ ભૌગોલિક સ્થિતિને કારણે પાકિસ્તાનમાં વારંવાર ભૂકંપ આવે છે અને તે વિનાશક પણ સાબિત થઈ શકે છે.
NCS ના ડિરેક્ટર ઓ.પી. મિશ્રાએ પીટીઆઈને જણાવ્યું હતું કે, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ મેઈન સેન્ટ્રલ થ્રસ્ટ પર આવેલું છે, જે એક ભૌગોલિક ફોલ્ટ લાઇન છે અને સિસ્મિક ગતિવિધિઓ માટે સંવેદનશીલ છે. ઉલ્લેખનીય છે કે, બે અઠવાડિયા પહેલા પણ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પીર જોંગલ નજીક ભૂકંપ આવ્યો હતો, જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ હતી.

 

(9:42 PM IST)