<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

છત્તીસગઢનું બસ્‍તર હવે નક્‍સલમુક્‍તઃ લાલ આતંક સમાપ્ત

બસ્‍તર એ વિસ્‍તાર છે જ્‍યાં નક્‍સલવાદીઓ ગાંજો ઉગાડતા હતા હવે ખેડૂતો ત્‍યાં ખેતી કરશે

બસ્‍તર તા.૨૮: બસ્‍તર, જે એક સમયે નક્‍સલવાદીઓનો ગઢ હતો તે હવે લાલ આતંકથી મુક્‍ત છે. છત્તીસગઢના બસ્‍તર જિલ્લા અંગે એક ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે. છત્તીસગઢનું બસ્‍તર હવે નક્‍સલમુક્‍ત છે. કેન્‍દ્ર સરકારે બસ્‍તરને LWE એટલે કે ડાબેરી ઉગ્રવાદ જિલ્લાની યાદીમાંથી દૂર કરી દીધું છે. બસ્‍તર એ વિસ્‍તાર છે જ્‍યાં નક્‍સલવાદીઓ ગાંજો ઉગાડતા હતા, હવે ખેડૂતો ત્‍યાં ખેતી કરશે.

હા, છત્તીસગઢનું બસ્‍તર એ જ વિસ્‍તાર છે જે ૧૯૮૦ ના દાયકાથી નક્‍સલવાદીઓનો ગઢ માનવામાં આવતો હતો. જ્‍યાં પગ મૂકવો પણ એક સમયે સુરક્ષા દળો માટે જોખમી હતો. બસ્‍તર અબુઝહમાદ અને ઓડિશાની સરહદને અડીને આવેલું છે. તે વર્ષોથી નક્‍સલવાદી પ્રવળત્તિઓનું કેન્‍દ્ર રહ્યું છે. પરંતુ હવે આ વિસ્‍તાર નક્‍સલવાદીઓથી સંપૂર્ણપણે મુક્‍ત છે.

કેન્‍દ્ર સરકાર દ્વારા ફષ્‍ચ્‍ જિલ્લાઓને આપવામાં આવતી ખાસ કેન્‍દ્રીય સહાય પણ સરકારે બંધ કરી દીધી છે. બસ્‍તર એ જિલ્લો હતો જ્‍યાંથી અબુઝહમદ અને ઓડિશાની લાંબી સરહદ વહેંચાયેલી હતી. ૨ વર્ષ પહેલા સુધી, દળો માટે કોલેંગ અને તુલસીડોગરીની ટેકરીઓ સુધી પહોંચવું મુશ્‍કેલ હતું. દરભા ખીણમાં જ્‍યાં ઝીરામ ખીણ પર હુમલો થયો હતો, ત્‍યાં નક્‍સલવાદીઓનો સંપૂર્ણ નિયંત્રણ હતો. હવે અહીં દળોના કેમ્‍પ ખોલવામાં આવ્‍યા છે અને આ વિસ્‍તાર સંપૂર્ણપણે નક્‍સલ મુક્‍ત થઈ ગયો છે.

બસ્‍તર અને ઓડિશાની આ સરહદ પર નક્‍સલવાદીઓના ગાંજાના વેપારનો ધંધો ફૂલીફાલી રહ્યો હતો. નક્‍સલવાદીઓ આ સરહદ પર આદિવાસીઓને ગાંજો ઉગાડતા હતા. પરંતુ હવે લાલ આતંકના અંત પછી, આદિવાસીઓમાં ખુશીની લહેર છે. હવે આ આદિવાસીઓ અહીં શાકભાજી ઉગાડશે. બસ્‍તરના નક્‍સલ મુક્‍ત થવાનો સૌથી મોટો ફેરફાર બસ્‍તરના સામાજિક અને આર્થિક જીવનમાં જોવા મળશે. હવે નક્‍સલવાદીઓના પ્રભુત્‍વવાળા વિસ્‍તારોમાં કળષિ, શિક્ષણ અને આરોગ્‍યનો પ્રકાશ પણ ઝડપથી ફેલાશે.

(11:46 AM IST)