News of Wednesday, 28th May 2025
મહત્વના સમાચારો ફટાફટ વાંચી લ્યો

* વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક અત્યારે ૧૧ વાગે વડાપ્રધાનશ્રીના નિવાસસ્થાન પર શરૂ થઈ રહી છે, આ બેઠકમાં સંખ્યાબંધ મહત્વપૂર્ણ નિર્ણયો ઉપર ચર્ચા થવાની સંભાવના છે
* ભારતમાં ૨૦૨૪–૨૫ માં ૮૧ અબજ ડોલરનું ફોરેન ડાયરેક્ટ ઇનવેસ્ટમેન્ટ થયું છે જે ૨૦૨૩–૨૪ માં ૭૧ અબજ ડોલર હતું, ૧૪% ની વૃદ્ધિ.
* કેરળ મહારાષ્ટ્રમાં વરસાદ આફત બન્યો છે તો આજે બિહાર અને રાજસ્થાનમાં વાદળો છવાશે અને વાવાઝોડા તથા વરસાદની સંભાવના
* દિલ્હીમાં વાતાવરણ ફરી ગરમ બન્યું
* હવેથી સ્વસ્થ બાળકો અને સગર્ભા મહિલાઓને કોરોના વેક્સિન નહીં લગાડવા ટ્રમ્પ વહીવટી તંત્રએ નિર્ણય લીધો છે: અમેરિકાના આરોગ્ય મંત્રી રોબર્ટ એફ કેનેડી જુનિયરની જાહેરાત
*પીએમ મોદી ૨૯–૩૦ મે દરમિયાન સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર અને યુપીની મુલાકાત લેશે*
વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું કે પીએમ નરેન્દ્ર મોદી ૨૯ અને ૩૦ મેના રોજ સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સની સમીક્ષા અને ઉદ્ઘાટનની શક્યતા છે.
*ટ્રમ્પનું કેનેડાને અલ્ટીમેટમ: ૬૧ અબજ ડોલર આપો અથવા અમેરિકાનું ૫૧મું રાજ્ય બનો*
યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાને ગોલ્ડન ડોમ મિસાઈલ શિલ્ડમાં જોડાવા માટે 61 અબજ ડોલરની માગણી કરી છે. તેમણે કહ્યું કે જો કેનેડા આ રકમ નહીં ચૂકવે, તો તે અમેરિકાનું 51મું રાજ્ય બની શકે છે, જેમાં પ્રવેશ મફત હશે.
*બીસીસીઆઈએ ઓપરેશન સિંદૂરની સફળતા બદલ સેના અધિકારીઓને આઇપીએલ ૨૦૨૫ ફાઇનલમાં આમંત્રણ આપ્યું
બીસીસીઆઈએ ઓપરેશન સિંદૂરની સફળતાને સન્માનિત કરવા માટે સી ડી એસ, આર્મી, નેવી અને એરફોર્સના વડાઓ, ટોચના અધિકારીઓ અને જવાનોને આઇપીએલ ૨૦૨૫ની ફાઇનલ માટે આમંત્રણ આપ્યું છે.
*ભારતીયો માટે ફિલિપાઇન્સમાં ૧૪ દિવસનો વિઝા-ફ્રી પ્રવેશ*
ફિલિપાઇન્સે ભારતીય પ્રવાસીઓ માટે ૧૪ દિવસનો વિઝા-ફ્રી પ્રવેશ જાહેર કર્યો છે. આ નિર્ણયથી બંને દેશો વચ્ચે પર્યટન અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનને વેગ મળવાની આશા છે.
*સ્ટારલિંક ભારતમાં પ્રથમ તબક્કામાં ૬૦૦–૭૦૦ ગીગાબાઈટ્સની સેટેલાઇટ ક્ષમતા પૂરી પાડશે*
સ્ટારલિંકે ભારતમાં પોતાની સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે. પ્રથમ તબક્કામાં ૬૦૦–૭૦૦ ગીગાબાઈટ્સની સેટેલાઇટ ક્ષમતા પૂરી પાડવામાં આવશે, જે દેશના ડિજિટલ કનેક્ટિવિટીને નવી ઊંચાઈઓ આપશે.
*હિરાનંદાની ગ્રૂપ નોઇડામાં ૨૮૪૪૦ કરોડનો સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ શરૂ કરશે*
હિરાનંદાની ગ્રૂપે નોઇડામાં ૨૮૪૪૦ કરોડ રૂપિયાના સેમિકન્ડક્ટર પ્રોજેક્ટની જાહેરાત કરી છે. ઉત્તર પ્રદેશમાં કુલ ૬૯૦૦૦ કરોડનું રોકાણ આકર્ષાયું છે, જે રાજ્યના ઔદ્યોગિક વિકાસને વેગ આપશે.
*ભારત-અમેરિકા વેપાર સોદો અર્થવ્યવસ્થાને મજબૂત કરશે: નાણા મંત્રાલય*
નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારત-અમેરિકા વચ્ચે સફળ વેપાર સોદો અર્થવ્યવસ્થાના જોખમો ઘટાડી શકે છે અને નિકાસને વેગ આપશે, જોકે વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે ખાનગી રોકાણ સાવચેત રહે છે.
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
