<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા માટે સંબિત પાત્રા સહિત ત્રણ સાંસદોની નિયુક્તિ કરી

નવી દિલ્હી: લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (પીસીઆઈ) માટે ત્રણ સાંસદોની નામના કરી છે. આ સાંસદોમાં નરેશ મ્હસ્કે, કાલીચરણ મુંડા અને ડૉ. સંબિત પાત્રાનો સમાવેશ થાય છે.

પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા એક બંધારણીય સંસ્થા છે, જે દેશમાં પ્રેસની સ્વતંત્રતા જાળવવા અને પત્રકારત્વના ઉચ્ચ ધોરણોનું નિરીક્ષણ કરવાનું કાર્ય કરે છે.

આ નામાંકન દ્વારા પીસીઆઈને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેથી પત્રકારત્વની ગુણવત્તા અને સ્વતંત્રતા સુનિશ્ચિત થઈ શકે. આ ત્રણેય સાંસદો પોતાની કુશળતા અને અનુભવના આધારે સંસ્થાના ઉદ્દેશ્યોને આગળ ધપાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

(4:04 PM IST)