<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

ભારતીય સાંસદોનું પ્રતિનિધિ મંડળ પનામા પહોચ્‍યુઃ મંદિરમાં કર્યા દર્શન

નવી દિલ્‍હીઃ ભારતીય સાંસદોનું પ્રતિનિધિમંડળ ગયાના પછી પનામા પહોંચ્‍યું છે. કોંગ્રેસના સાંસદ શશી થરૂરના નેતૃત્‍વમાં આ જૂથ મંદિરમાં દર્શન કરવા ગયું હતું. ખાસ વાત એ છે કે મુસ્‍લિમ સાંસદ સરફરાઝ અહેમદ પણ તેમાં સામેલ છે, થરૂરે અહેમદના નિર્ણયની પ્રશંસા કરી છે. તેમણે આ સંબંધિત કેટલીક તસવીરો પણ શેર કરી છે.

આ પ્રતિનિધિમંડળના સભ્‍યોમાં સરફરાઝ અહેમદ (ઝારખંડ મુક્‍તિ મોરચા), જીએમ હરીશ બાલયોગી (તેલુગુ દેશમ પાર્ટી), શશાંક મણિ ત્રિપાઠી (ભારતીય જનતા પાર્ટી), ભુવનેશ્વર કલિતા (ભારતીય જનતા પાર્ટી), મિલિંદ દેવરા (શિવસેના), તેજસ્‍વી સૂર્યા (ભારતીય જનતા પાર્ટી) અને અમેરિકામાં ભારતના ભૂતપૂર્વ રાજદૂત તરણજીત સંધુનો સમાવેશ થાય છે.

(4:04 PM IST)