News of Wednesday, 28th May 2025
લડાખથી પણ સહેલાણીઓ દુર થયાઃ ભાવાત્મક ફિલ્મ દ્વારા સંદેશ
પહેલગાવ હુમલા બાદ

(સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુઃ તા. ર૮, પહેલગાવ આતંકી હુમલા બાદ ફકત જમ્મુ-કાશ્મીર જ નહી પણ લડાખ પણ પ્રવાસીઓ વિના સુનકાર બન્યું છે. કાશ્મીર આવતા ઘણા ટુરીસ્ટો લડાખની પણ સુંદરતા નિહાળે છે. જે હાલ ૯પ ટકા જેટલું ઘટી ગયું છે. જેથી ગેસ્ટ હાઉસ એસોસીએશન દ્વારા ‘‘લડાખ રાહ જોઇ રહયું છે '' ના શિર્ષક હેઠળ ભાવનાત્મક અભિયાન શરૂ કર્યુ છે.
આ નાની ફિલ્મમાં લડાખના આતિથ્ય ક્ષેત્ર દ્વારા સામનો કરાઇ રહેલી કઠોર વાસ્તવીકતાઓ દર્શાવાઇ છે. પર્યટન લડાખની અર્થવ્યવસ્થાની જીવન રેખા છે. આ પહેલ લોકોને ફિલ્મ શેર કરવા, સંદેશને પ્રોત્સાહન આપવા અને લડાખ અંગે વાતચિત ફરી શરૂ કરવા પ્રોત્સાહિત કરે છે.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
