<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

હવેથી વિમાનમાં મરચાના અથાણા સહિતની વસ્તુ લઈ જઈ શકશો નહીં : જાણો હવાઈ મુસાફરીની નવી ગાઇડલાઇન

મરચાનું અથાણું, નારિયેળ, નારિયેળનો પાઉડર, કોઈ પણ પ્રકારના દોરડા, સેલો ટેપ, ક્રોસેટ વગેરે લઈ જઈ શકશો નહીં

નવી દિલ્હી: જો તમે હવાઈ મુસાફરી કરવા જઈ રહ્યા છો તો તમારે આ નવી ગાઈડલાઈન ધ્યાનથી વાંચી લેવી જોઈએ. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ટ્વીટ કરીને જાણકારી આપી છે, જેમાં લખ્યું છે કે, "તમામ યાત્રીઓને જાણ કરવામાં આવે છે કે, સુરક્ષા નિયમોના કારણે કેબિન બેગેજમાં અમુક ઘરેલુ સામાન હવે લઈ જવા પર પ્રતિબંધ લગાવ્યો છે."

   આ પ્રતિબંધ એક વ્યાપક વર્ગીકરણ પ્રણાલી અંતર્ગત આવે છે, જે વસ્તુઓને આઠ કેટેગરીમાં વિભાજીત કરે છે. જેમ કે હથિયાર અને પ્રતિકૃતિઓ, વિસ્ફોટક, ખતરનાક પદાર્થ, ખતરનાક લેખ, ઉપકરણ, ઈલેક્ટ્રોનિક આઈટમ, અમુક ઘરેલુ સામાન અને ખેલના સામાન 

    આ સલાહ ખાસ કરીને ઘરેલુ સામાન કેટેગરીને સંદર્ભિત કરે છે. યાત્રીઓને વિસ્તૃત બેગેજ દિશા નિર્દેશોની સાવધાનીપૂર્વક સમીક્ષા કરવાની સલાહ આપવામાં આવે છે. જે પ્રત્યેક શ્રેણી અંતર્ગત તમારે શું લઈ જવાની પરવાનગી આપે છે અને શું નથી લઈ જઈ શકતા, તે દર્શાવે છે. જેમ કે તમે મરચાનું અથાણું, નારિયેળ, નારિયેળનો પાઉડર, કોઈ પણ પ્રકારના દોરડા, સેલો ટેપ, ક્રોસેટ વગેરે લઈ જઈ શકશો નહીં

   નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જે જણાવ્યું છે, તે અનુસાર, તમે હવે કેબિન બેગેજમાં આખું નારિયેળ, નારિયેળ પાઉડર, સિગાર કટર, બરફ તોડવાના હથિયાર, પંપ યુક્ત એર મેટ્રેસ, ક્રોબાર્સ, કાર્કસ્ક્રૂ, કાતર, નાઈટ સ્ટિક, દોરડા, ચોંટાડવાની ટેપ, રેઝર, છત્રી તથા સીવવાની સોય પણ લઈ જઈ શકશો નહીં. આ પ્રતિબંધ સામાન્ય રીતે ઘરેલુ ઉપયોગમાં આવે છે. એટલા માટે તમે તમારી કેબિન બેગેજની તપાસ કરી લો, જો કોઈ પણ એવો સામાન તપાસમાં જોવા મળશે તો આપને તકલીફ થઈ શકે છે.  

એરપોર્ટ પર જો કંઈ ખોવાય જાય તો, તમે તમારો સામાન સરળતાથી શોધી અને પાછો મેળવી શકો તેના માટે અમુક સરળ માર્ગદર્શિકાનું પાલન કરો

જો તમે 30,000 ફુટની ઊંચાઈ પર છો અને આપને એટેક આવે તો તમે શું કરશો, ઉડાન ભરતા પહેલા આ સરળ સાવધાનીઓનું પાલન કરો  

(11:27 PM IST)