<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

આકાશ અંબાણી અચાનક કાશી વિશ્વનાથ ધામ પહોંચ્‍યા, દર્શન કર્યા પછી એક કરોડ રૂપિયાનું દાન આપ્‍યું

દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતીમાં પણ ભાગ લીધો અને મા ગંગાની પૂજા કરીઃ મંદિરમાં લગભગ ૪૫ મિનિટ વિતાવી અને વિધિવત પૂજા કરી

 

 

વારાણસી તા.૨૯: રિલાયન્‍સ જિયોના ચેરમેન અને દેશના સૌથી મોટા ઉદ્યોગસાહસિકોમાંના એક મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી બુધવારે રાત્રે શ્રી કાશી વિશ્વનાથ ધામ પહોંચ્‍યા. તેમણે શ્રી કાશી વિશ્વનાથની વિધિવત પૂજા કરી અને મંદિર વહીવટને એક કરોડ રૂપિયાથી વધુનો ચેક દાન કર્યો.

દેશના યુવા ઉદ્યોગસાહસિક આકાશ, જે રાત્રે લગભગ ૯.૧૫ વાગ્‍યે પોતાના સ્‍ટાફ સાથે મંદિર પહોંચ્‍યા, તેઓ સીધા ધામના પ્રવેશદ્વાર નંબર ચારથી પ્રવેશ્‍યા. મંદિરના ગર્ભગળહમાં, પુજારીઓએ તેમને બાબાના દર્શન, પૂજા અને અભિષેક કરાવ્‍યો. તેઓ લગભગ ૪૫ મિનિટ સુધી ગર્ભગળહમાં રહ્યા.

તેમણે ધામની ભવ્‍યતાની પ્રશંસા કરી અને બાબાના ચરણોમાં માથું નમાવીને તેમના આશીર્વાદ લીધા. દર્શન અને પૂજા પછી, આકાશ અંબાણી ગંગા આરતી સ્‍થળ દશાશ્વમેધ ઘાટ પહોંચ્‍યા. ત્‍યાં તેમણે મા ગંગાની પૂજા કરી. ત્‍યાં પવિત્ર પ્રવાહ જોઈને તેઓ અભિભૂત થઈ ગયા.(૩૮.૬)

(9:47 AM IST)