News of Thursday, 29th May 2025
રાજસ્થાનમાં ૮૦% થી વધારે લોકો છે શુદ્ધ શાકાહારી!
લોકો માંસ, માછલી અથવા ઈંડા પણ ખાતા નથી. આ રાજ્યની સંસ્કળતિ અને ખાનપાનની પરંપરા એટલી ખાસ છે કે તેનું નામ સાંભળીને દરેક વ્યક્તિ ચોંકી જાય છે

નવી દિલ્હી તા.૨૯: દુનિયામાં ભાગ્યે જ કોઈ દેશ એવો હશે જ્યાં માંસાહારી લોકો ન હોય. લગભગ દરેક દેશમાં મોટાભાગના લોકો માંસ, માછલી, ઈંડા જેવી વસ્તુઓ ખાય છે. પરંતુ જ્યારે શાકાહારીઓની વાત આવે છે, ત્યારે સૌથી પહેલા ભારતનું નામ મનમાં આવે છે. ચાલો જાણીએ કે, એવું કયું રાજ્ય છે જ્લોકો માંસ, માછલી અથવા ઈંડા પણ ખાતા નથી. આ રાજ્યની સંસ્કળતિ અને ખાનપાનની પરંપરા એટલી ખાસ છે કે તેનું નામ સાંભળીને દરેક વ્યક્તિ ચોંકી જાય છે
રાજસ્થાનમાં ૮૦% થી વધારે લોકો છે શુદ્ધ શાકાહારી!
યાં સૌથી વધુ શુદ્ધ શાકાહારી લોકો રહે છે.
ભારત દુનિયાના એવા દેશોમાં સામેલ છે, જ્યાં સૌથી વધુ શાકાહારી લોકો રહે છે. જો કે, અહીં નોનવેજ ખોરાક ખાતા લોકોની સંખ્યા પણ ઘણી વધારે છે. કેટલાક રાજ્યોમાં તો લગભગ ૯૯% લોકો માંસાહારી છે. તેનો અર્થ એ કે ભારતમાં બન્ને પ્રકારની વસ્તી વિપુલ પ્રમાણમાં જોવા મળે છે.
શું તમે કયારેય વિચાર્યું છે કે, ભારતનું સૌથી શુદ્ધ શાકાહારી રાજ્ય કયું છે? જ્યાં ફક્ત માંસ જ નહીં, પણ ઈંડાને પણ સ્પર્શ કરવામાં આવતા નથી. જો તમને ખબર ન હોય તો તમે તેનું નામ સાંભળીને ચોંકી જશો, કારણ કે આ રાજ્ય શાકાહારમાં નંબર વન માનવામાં આવે છે.
દેશમાં સૌથી વધુ શાકાહારી વસ્તી રાજસ્થાનમાં રહે છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS)ના ડેટા અનુસાર રાજસ્થાનની લગભગ ૭૪.૯ ટકા વસ્તી સંપૂર્ણપણે શાકાહારી છે. અહીંના લોકો મુખ્યત્વે દાળ, રોટલી, ભાત, શાકભાજી અને દૂધમાંથી બનતી વસ્તુઓને તેમના ખોરાકમાં પસંદ કરે છે.
બીજી તરફ નાગાલેન્ડ દેશનું એક એવું રાજ્ય છે જ્યાં શાકાહારીઓની સંખ્યા એક ટકાથી પણ ઓછી છે. એટલે કે અહીંના ૯૯ ટકાથી વધુ લોકો માંસાહારી છે. નાગાલેન્ડમાં માંસ, માછલી અને અન્ય માંસાહારી વસ્તુઓ લોકોના દૈનિક આહારનો એક મહત્વપૂર્ણ ભાગ છે.(૩૮.૩)
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
