News of Thursday, 29th May 2025
જીએસટીઆર-૧માં રજૂ કરાયેલા ડેટામાં હવે ફેરફાર કરી શકાશે નહીં: અમલવારી તુરંત

નવી દિલ્હી,તા.૨૯: જીએસટીમાં બોગસ બિલિંગ અટકાવવા માટે વધુ એક કાર્યવાહી આગામી દિવસોમાં કરવામાં આવનાર છે. તેમાં જીએસટીઆર-૧માં રજૂ કરવામાં આવેલા ડેટાને બદલી શકાશે નહીં. તેના લીધે કરદાતાએ જીએસટીઆર-૧માં જે વિગતો રજૂ કરી હશે અને તેના આધારે ટેક્સની રકમ જીએસટીના ૩બી રિટર્નમાં દર્શાવવામાં આવે તે ભરપાઈ કરવી પડશે. જોકે આ માટેની સિસ્ટમ તૈયાર કરવામાં આવી રહી છે. તેમજ આગામી થોડા મહિનામાં તેનું અમલીકરણ કરવામાં આવે તેવી શકયતા રહેલી છે, કારણ કે તેનો અમલ મે ૨૦૨૫થી કરવામાં આવનાર હતો, પરંતુ હાલ પૂરતું તેનું અમલીકરણ લંબાવવામાં આવ્યું હોવાની વિગતો જાણવા મળી છે.
જીએસટીઆર-૧માં ડેટા બદલવામાં નહીં આવવાના કારણે જીએસટીના ૩બી રિટર્નમાં તે વિગતો આપોઆપ દેખાશે. હાલમાં જીએસટીઆર-૧માં વિગતો રજૂ કરવામાં આવ્યા બાદ જીએસટીમાં ૩બી રિટર્ન ભરવામાં આવે તે પહેલા જીએસટીઆર-૧માં રજૂ કરેલા ડેટાને બદલી નાંખવામાં આવતો હતો. તેના લીધે કેટલીક વખત કરદાતા ઓછો ટેક્સ ભરવા માટે પણ જીએસટીઆર-૧માં રજૂ કરવામાં આવેલા ડેટા બદલી નાંખવામાં આવતા હોવાનું પણ કહેવાય છે. તેના કારણે સરકારને જીએસટીની આવક પર સીધી અસર પડતી હતી.
આ ઉપરાંત બોગસ બિલિંગ કરનારાઓ પર જીએસટીઆર-૧માં વિગતો રજૂ કરી દેતા હતા. પછી તેના ડેટામાં સુધારો કરવાના લીધે સરકારને ટેક્સની આવક થતી નહોતી. જયારે જીએસટીઆર-૧માં ડેટા ફેરફાર કરવામાં આવી નહીં શકવાના લીધે ટેક્સની આવક થશે. તેમજ બોગસ બિલિંગમાં જે ટેક્સ ચોરી કરવામાં આવતી હોય તેના પર પણ અંકુશ લાગવાની શકયતા હોવાનું જાણકારો કહી રહ્યા છે.
કરદાતા દ્વારા થયેલી ભૂલ GSTR-1એમાં રજૂ કરવાની રહેશે
જીએસટીઆર-૧ના ડેટામાં ફેરફાર વખત કરદાતાએ ભૂલ કરી હોય તો તેમાં સુધારો કરી શકાતો હતો, પરંતુ હવે સુધારો કરવામાં નહીં આવવાના લીધે કરદાતા દ્વારા બીજા મહિને તેમાં સુધારો કરી શકશે. આ ઉપરાંત જીએસટીઆર-૧એના ફોર્મમાં કરદાતાએ જે ભૂલ કરી હશે તે પુરાવા સહિત રજુ કરવાના લીધે કરદાતાને બીજા મહિનાના રિટર્નમાં તે દેખાશે.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
