<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

આર્મી ચીફ જનરલ ઉપેન્‍દ્ર દ્વિવેદીએ રામ મંત્રની દીક્ષા લીધી બદલામાં રામભદ્રાચાર્યે પીઓકે દક્ષિણા તરીકે માંગ્‍યું

આર્મી ચીફ જનરલ ઉપેન્‍દ્ર દ્વિવેદીએ મારી પાસેથી રામ મંત્રની દીક્ષા લીધી. મેં તેમને એ જ રામ મંત્ર દીક્ષા આપી જે માતા સીતાએ ભગવાન હનુમાનને આપી હતી, જેના પછી તેમણે લંકા જીતી લીધી હતી. મેં તેમની પાસેથી દક્ષિણા માંગી છે કે, મને પીઓકે જોઈએ છેઃ જગતગુરૂ રામભદ્રાચાર્ય

 

ચિત્રકૂટ તા.૨૯: સેના ચીફ જનરલ ઉપેન્‍દ્ર દ્વિવેદીએ મધ્‍યપ્રદેશના ચિત્રકૂટમાં તુલસીપીઠ આશ્રમમાં જગતગરુ રામભદ્રાચાર્ય પાસેથી રામ મંત્રની દીક્ષા લીધી. આ દરમિયાન રામભદ્રાચાર્યે તેમની પાસેથી દક્ષિણા તરીકે પીઓકે માંગ્‍યું.

જગતગુરુ રામભદ્રાચાર્યે જણાવ્‍યું કે આર્મી ચીફ જનરલ ઉપેન્‍દ્ર દ્વિવેદીએ મારી પાસેથી રામ મંત્રની દીક્ષા લીધી. મેં તેમને એ જ રામ મંત્ર દીક્ષા આપી જે માતા સીતાએ ભગવાન હનુમાનને આપી હતી, જેના પછી તેમણે લંકા જીતી લીધી. મેં તેમની પાસેથી દક્ષિણા માંગી છે કે, મને પીઓકે જોઈએ છે.

તુલસીપીઠ નિવાસસ્‍થાને, જગદગુરુએ પત્રકારોને જણાવ્‍યું હતું કે તેઓ આર્મી ચીફનું સન્‍માન કરવામાં ખૂબ ગર્વ અનુભવે છે. તેમણે કહ્યું કે જો પાકિસ્‍તાન ભવિષ્‍યમાં કોઈ આતંકવાદી કળત્‍ય કરશે, તો તેનો નાશ થશે. તેમણે એમ પણ કહ્યું કે આર્મી ચીફે તેમની પાસેથી એ જ મંત્રમાં દીક્ષા લીધી હતી જે સીતાજીએ લંકા પર વિજય માટે હનુમાનજીને આપ્‍યો હતો.

આર્મી ચીફની આ મુલાકાત માત્ર આધ્‍યાત્‍મિક જ નહીં પરંતુ સામાજિક ચિંતાઓ સાથે પણ સંબંધિત હતી. તેમણે સદગુરુ આંખની હોસ્‍પિટલનું નિરીક્ષણ કર્યું અને સદગુરુ સેવા સંઘ ટ્રસ્‍ટ દ્વારા આયોજિત અભિનંદન સમારોહમાં પણ ભાગ લીધો. આ દરમિયાન પદ્મશ્રી ડો. બી.કે. જૈને તેમનું સ્‍વાગત કર્યું. જનરલ દ્વિવેદીએ ગુરુ રામભદ્રાચાર્યને સ્‍મળતિચિホ અર્પણ કર્યું અને તેમના સેવા કાર્યની પ્રશંસા કરી અને તેમને ભારતની આધ્‍યાત્‍મિક અને સામાજિક શક્‍તિનું પ્રતીક ગણાવ્‍યા.

આર્મી ચીફના આગમન પહેલા જ તુલસીપીઠ વિસ્‍તારમાં વ્‍યાપક સુરક્ષા વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. આશ્રમથી કાચ મંદિર સુધી દરેક વળાંક પર પોલીસ અને સુરક્ષા દળોની ચુસ્‍ત તૈનાત કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે તેમના આગમનથી માત્ર આધ્‍યાત્‍મિક વાતાવરણ જ નહીં પરંતુ વિસ્‍તારમાં દેશભક્‍તિની ભાવના પણ જીવંત થઈ.(૩૮.૧૭)

(10:51 AM IST)