<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્‍યાન વિધીઓ

વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્‍યાનની વિધીઓ

   આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૯ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

વિધિ- ૬૯: ‘‘યથાર્થમાં બંધન અને મોક્ષ સાપેક્ષ છે, એ ફકત વિશ્વના ભયભીત લોકો માટે છે. આ વિશ્વ મનનું પ્રતિબિંબ છે. જેમ તમે પાણીમાં એક સુર્યના અનેક સુર્યો જુઓ છો, એમ જ બંધન અને મોક્ષને જુઓ.''

આ બહુ ગહન વિધિ છે. આ ગહનમાં ગહન વિધિઓમાંની એક છે અને વિરલા લોકોએ જ એનો પ્રયોગ કર્યો છે. ઝેન આ વિધિ ઉપર આધારિત છે. આ વિધિ ઘણી મુશ્‍કેલ વાત કહી રહી છે. સમજવામાં કઠણ, અનુભવ કરવામાં કઠણ નહી, પરંતુ પહેલા સમજવું જરૂરી છે.

આ સુત્રો  કહે છે કે સંસાર અને નિર્વાણ એ બે નથી. સ્‍વર્ગ અને નરક એ બે નથી પણ એક છે. આ સમજવું કઠણ છે કારણ કે આપણે કોઇ વસ્‍તુને સહેલાઇથી ત્‍યારે વિચારી શકીએ છીએ કે જયારે તે ધ્રુવીય વિપરીતતામાં વહેંચાયેલી હોય.

આપણે કહીએ છીએ કે આ સંસાર બંધન છે એનાથી  કેવી રીતે છુટકારો થાય અને મુકત થવાય? ત્‍યારે મુકિત કશુંક છે કે જે બંધનથી વિપરીત છે, જે બંધન નથી. પરંતુ આ સુત્ર કહે છે કે બંનેથી મુકત થતા નથી તો તમે મુકત નથી બંધન તો બાંધે જ છે, મોક્ષ પણ બાંધે છે. બં ધન તો ગુલામી છે જ, મોક્ષ પણ ગુલામી છે. બંધન ઇચ્‍છો છો અને પછી એનાથી નિરાશ થઇ જાવ છો, કંટાળી જાવ છો ત્‍યારે  તમે મોક્ષ ની કામના કરવા લાગો છો. પરંતુ તમે કામના કરવાનુ ચાલુ રાખો છો અને કામના જ બંધન છે. એટલા  માટે મોક્ષની ઇચ્‍છી શકતા નથી  જયારે કામના વિસર્જીત થાય છે તો મોક્ષ છે ઇચ્‍છાનું છુટી જવું મોક્ષ છે.

(11:06 AM IST)