<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

પાકિસ્‍તાની ખેલાડીની નફટાઈઃ ભારતીય ખેલાડી સાથે હાથ મિલાવવાની બદલે કર્યુ ગેરવર્તન

હાર પછી પાકિસ્‍તાની ખેલાડી પહેલા હાથ મિલાવવાનું ટાળે છે, પછી ફરીથી હાથ મિલાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ આ વખતે તે ભારતીય ખેલાડીનો હાથ ઝાટકી દે છે

નવી દિલ્‍હી,તા.૨૯: કઝાકિસ્‍તાનમાં રમાઈ રહેલી જુનિયર ડેવિસ કપ અંડર-૧૬ ટુર્નામેન્‍ટમાં ભારતે પાકિસ્‍તાનને ૨-૦થી હરાવ્‍યું હતું. મેચ પછી એક પાકિસ્‍તાની ખેલાડીએ ભારતીય ખેલાડી સાથે યોગ્‍ય રીતે હાથ ન મિલાવ્‍યો, જેના કારણે વિવાદ થયો. લોકો કહી રહ્યા છે કે આ રમતની ભાવના વિરુદ્ધ હતું.ભારતે ૨૪ મેના રોજ કઝાકિસ્‍તાનના શ્‍યામકેન્‍ટમાં રમાઈ રહેલી જુનિયર ડેવિસ કપ અંડર-૧૬ ટુર્નામેન્‍ટમાં પાકિસ્‍તાનને ૨-૦થી હરાવીને શાનદાર વિજય મેળવ્‍યો. ભારતીય ટીમના પ્રકાશ સરન અને તવિશ પાહવાએ સુપર ટાઈ-બ્રેકમાં પોતપોતાના સિંગલ્‍સ મેચ જીતીને ટીમને નિર્ણાયક લીડ અપાવી.સોશીયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયોમાં જોવા મળે છે કે હાર પછી ખેલાડી પહેલા હાથ મિલાવવાનું ટાળે છે, પછી ફરીથી હાથ મિલાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ આ વખતે તે ભારતીય ખેલાડીનો હાથ ઝાટકી દે છે.રમતપ્રેમીઓ અને સોશિયલ મીડિયા પર લોકોએ આ ઘટના પર નારાજગી વ્‍યક્‍ત કરી છે. ચાહકો અને સોશિયલ મીડિયાએ તેને રમતગમતની ભાવના વિરુદ્ધ ગણાવ્‍યું છે અને તેની ટીકા થઈ રહી છે. ટુર્નામેન્‍ટમાં ભારતની જીતની સાથે, આ ઘટના પણ ચર્ચાનો વિષય બની છે.

(3:01 PM IST)